
મજબૂત થઈ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું 'તૌકતે', 56 ટ્રેન રદ
કોરોના સંકટ વચ્ચે અરબી સમુદ્રમાં બની રહેલ ચક્રવાત 'તૌકતે' વધુ મજબૂત થઈ ગયું છે અને આ ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલીના તટ તરફ આગળ વધી રહ્યું છે. શનિવારે ભારતીય હવામાન વિભાગે આ જાણકારી આપી છે. હવામાન વિભાગે મંગળવારે સવાર સુધી આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના જતાવી છે. હવામાન વિભાગનું કહ્યું કે 17 મેના રોજ મુંબઈ સહિત ઉત્તરી કોંકણમાં કેટલાક સ્થાનો પર તેજ હવાઓ ચાલશે અને ભારે વરસાદ થશે. જ્યારે એનડીઆરએફના એક પ્રવક્તાએ જણાવ્યું કે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિક્રિયા દળની ટીમ ગુજરાતના ગિર સોમનાથ, અમરેલી, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, કચ્છ, મોરબી, સુરત, ગાંધીનગર, વલસાડ, ભાવનગર, નવસારી, ભરૂચ અને જૂનાગઢ જિલ્લામાં તહેનાત છે.
પશ્ચિમ રેલવેએ ગુજરાતના તટીય વિસ્તારમાં 17 અને 18 મેના રોજ આવતી જતી 56 ટ્રેન રદ કરી દીધી છે. જ્યારે પૂર્વ તટ પર રહેલવેનું કહેવું છે કે ગુજરાતમાં ચક્રવાતને ધ્યાનમાં રાખી ટ્રેન યાત્રીઓનુ સુરક્ષાને ધ્યાનમાં રાખતાં 16 મેના રોજ પુરીથી 08401/08402 પુરી-ઓખા-પુરી સ્પેશિયલ રદ રહેશે. 19 તારીખે ઓખાથી પુરી જતી આ ટ્રેન પણ રદ રહેશે.
ગૃહ મંત્રાલયે 17 અને 18 મેના રોજ ઉત્તરી પશ્ચિમી અરબ સાગર અને ગુજરાત તટથી પાછલી પકડવા જતા માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તટીય જિલ્લામાં અધિકારીઓને સતર્ક રહેવાનો નિર્દેશ આપ્યો છે. ઠાકરેએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીની બેઠકમાં કહ્યું કે પાલગઢ, રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ જિલ્લાના કલેક્ટર્સને પણ બધી જ જરૂરી સાવધાની વરતવા કહેવાયું છે.
ભારતીય હવામાન વિભાગ તરફથી મળી રહેલી જાણકારી મુજબ પાંચ જિલ્લા મલપ્પુરમ, કોઝીકોડ, વાયનાડ, કન્નૂર અને કાસરગોડમાં સૌથી વધુ વરસાદ થવાની આશંકા સાથે રેડ અલર્ટ જાહેર કરાયું છે. તેમણે જણાવ્યું કે અલપ્પુઝા, કોટ્ટયમ, ઈડુક્કી, એર્નાકુલમ, ત્રિશૂર, પલક્કડ, મલપ્પુરમ, કોઝીકોડ, વાયનાડ, કન્નૂર અને કાસરગોડ જિલ્લામાં એક કે બે સ્થળોએ 40 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ચાલવાની સાથે વરસાદની આશંકા છે. મધ્ય અને ઉત્તરી જિલ્લામાં ઉંચા અને તટીય વિસ્તારોમાં પાછલા 24 કલાકમાં ઘણું નુકસાન પહોંચ્યું છે.