ICICI બેંક મેનેજરની ગોળી મારીને હત્યા, કાર સળગાવી, 1.17 કરોડ લૂંટ્યા, આરોપી ઝડપાયો
ICICI Bank Manager Murder: મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે લુણાવાડા સંતરામપુર હાઇવે રોડ પર ગોધર ગામ પાસે એક બેંક મેનેજરની હત્યા થઈ હોવાનુ સામે આવ્યુ છે. એક કાર બળેલી હાલતમાં મળી આવી હતી. ગઈ મોડી રાતે કારમાં આગ લાગી હોવાનું અનુમાન છે.
મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં ICICI બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિશાલ પાટીલ હત્યા થઈ હોવાનુ સામે આવ્યુ છે આ આ કાર તેમની હતી. બેંક મેનેજર 1.17 કરોડની રકમ લઈને દાહોદ બ્રાન્ચમાં જમા કરાવવા નીકળ્યા હતા. બળીને ખાખ થયેલ કારમાં એક પેટી પણ જોવા મળી હતી.

મેનેજર વિશાલ પાટીલની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની વિગત મુજબ બાલાસિનોર બેંકમાં ફરજ બજાવતા મેનેજર વિશાલ પાટીલની હત્યા કરી લૂંટ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યાં મુજબ મેનેજર બેંક માંથી 1 કરોડ 17 લાખની રોકડ લઈને દાહોદ બ્રાન્ચમાં જમાં કરાવવા જતા હતા. તેમની ગાડી રાતના 11 વાગ્યાની આસપાસ ગોધરની સીમમાં સળગેલી મળી હતી.
બેંકના રિજનલ મેનેજરને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે તેમની લાશ કડાણા રોડ પર મળી આવી છે જેની તપાસ ચાલું છે. ઘટનાના ગણતરીના કલાકોમાં જ કેસના આરોપીને ઝડપી લેવાયો છે. સંતરામપુર પોલીસ અને એલસીબી પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં આરોપીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
બ્રાન્ચ મેનેજર વિશાલના મિત્ર કહેવાતા સંતરામપુરના ગોઠીબ ગામના હર્ષિલ પટેલ સહિત 3 ઈસમોએ જ આ હત્યા કરી કાર સળગાવી દીધી હતી અને કેશ લૂંટી લાશ કડાણા દીવડા કોલોની જતા રસ્તામાં જંગલ વિસ્તારમાં ફેંકી દીધી હતી. અટકાયત બાદ ઘનિષ્ઠ પૂછપરછમાં હર્ષિલ પટેલે સમગ્ર ઘટના વર્ણવી હતી અને ત્યારબાદ મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
