For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છોકરી પાસેથી Hello સાંભળવું હોય તો 50 હજાર રૂપિયા, નકલી કૉલ સેન્ટર પકડાયું

અમદાવાદમાં પોલીસે છોકરીઓ સાથે મિત્રતા અને એકલી મહિલાઓ સાથે સંબંધ બનાવવાની લાલચ આપી લોકોને ઠગનાર ગેંગને પકડી.

|
Google Oneindia Gujarati News

અમદાવાદમાં પોલીસે છોકરીઓ સાથે મિત્રતા અને એકલી મહિલાઓ સાથે સંબંધ બનાવવાની લાલચ આપી લોકોને ઠગનાર ગેંગને પકડી. આ ગેંગએ શહેરમાં ઘણા લોકોને તેમના શિકાર બનાવ્યા છે. પોલીસે બે મહિલાઓ સહિત છ લોકોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: વીડિયો: ગુજરાતના ભાજપા વિધાયકે બધાની વચ્ચે મહિલાને લાતોથી મારી

પાંચ વર્ષ ચાલતું હતું કોલ સેન્ટર

પાંચ વર્ષ ચાલતું હતું કોલ સેન્ટર

પોલીસના જણાવ્યા મુજબ, અમદાવાદના નિકોલ વિસ્તારમાં છેલ્લાં પાંચ વર્ષથી કોલ સેન્ટર ચાલી રહ્યું હતું. તેનો માસ્ટરમાઇન્ડ કેતન રાણા છે. કેતન સાથે વિજય ભટ્ટી, વિજય વાઘેલા, મનીષા વાલા અને રૂપલ પટેલને પણ પોલીસે પકડી લીધા છે. કેતનનો એક સાથી ભરત છે, જે ફરાર થઇ ચુક્યો છે. તે સુરતથી પૈસા એકત્ર કરવા માટે કામ કરી રહ્યો હતો.

અખબારમાં આવતી હતી જાહેરાત

અખબારમાં આવતી હતી જાહેરાત

પોલીસે તપાસ કરી હતી તેમાં જાણવા મળ્યું હતું કે આ લોકો અખબારોમાં જાહેરાત આપે છે અને બે મોબાઇલ નંબર આપતા હતા. જો તેમને કોઈ કોલ કરતુ તો તેઓ તેમને લાલચ આપતા હતા કે કેટલીક મહિલાઓના પતિ વિદેશમાં રહે છે. જો તમે તેમની સાથે સંબંધ રાખો તો તમને દર મહિને 10 થી 20 હજાર રૂપિયા મળશે. જો કોઈ વ્યક્તિ હા બોલે, તો તેની પાસેથી પ્રોસેસિંગ ફીના નામ પર પૈસા લેવામાં આવતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, કોઈએ 9 લાખ રૂપિયા ગુમાવ્યા છે તો કોઈએ 3 લાખ રૂપિયા ગુમાવ્યા છે. પોલીસે કહ્યું કે જો કોઈ વ્યક્તિ વાત કરવા ઇચ્છે તો તેની છોકરી સાથે વાત કરાવવામાં આવતી. છોકરીનું 'હેલો' સાંભળવા માટે 50 હજાર રૂપિયા લેવામાં આવતા હતા.

એક આરોપી ફરાર

એક આરોપી ફરાર

પોલીસે ગેંગ પાસેથી સાત રજિસ્ટ્રાર જપ્ત કર્યા છે. પોલીસ તપાસ કરી રહી છે કે ગેંગમાં કેટલા સામેલ છે. અમદાવાદ સાયબર ક્રાઇમે આરોપીને રિમાન્ડ પર લેવાનો નિર્ણય લીધો છે. ફરાર યુવક ભરતને પકડવા માટે દબીશ આપવામાં આવી રહી છે. ભરત ભોગ બનેલાના રૂપિયા સુરતથી ઉપાડતો હતો.

English summary
If you want to hear Hello from girl 50 thousand rupees, fake call center is caught
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X