ગરવી ગુર્જરી એમ્પોરિયમના રિબ્રાન્ડિંગ અને રિપોઝિશનીંગ પ્રોજેક્ટમાં IIMના યુવાનો કરશે સહયોગ
ગુજરાત સરકારના સાહસ ગરવી ગુર્જરી એમ્પોરિયમને રિબ્રાન્ડ અને રિપોઝિશનીંગ પ્રોજેક્ટમાં ભારતની પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ સંસ્થા IIMના પાંચ યુવાઓનો સહયોગ મળતો થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં આ યુવાઓએ સૌજન્ય મુલાકાત બેઠક યોજી હતી. ગરવી ગુર્જરી દ્વારા તાજેતરમાં આ પ્રોજેક્ટમાં કામ કરવા સહયોગ માટે દેશની પ્રીમિયમ મેનેજમેન્ટ કોલેજીસનો સંપર્ક કરવામાં આવેલો હતો.

તદઅનુસાર IIMના પાંચ અત્યંત સક્ષમ યુવાઓએ પાંચથી સાત સપ્તાહના સમયગાળા માટે આ પ્રોજેક્ટમાં કોઈ પણ વેતન માન લીઘા વિના મદદરૂપ થવાની ઈચ્છા દર્શાવી છે. આ યુવાઓમાં IIM અમદાવાદ ત્રણ અને બેંગાલુરૂના બે યુવાઓનો સમાવેશ થાય છે.
આ યુવાઓ ગરવી ગુર્જરીના જે પ્રોજેક્ટમાં સહાયક બનવાના છે, તેમાં ઓનલાઇન વિઝિબિલિટી અને રીચ વધારવાના હેતુથી ડિઝીટલ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા માર્કેટિંગ સ્ટ્રેટેજી, બ્રાન્ડ પોઝિશનીંગ અને કોમ્પિટિશન તથા રિબ્રાન્ડિંગ, એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ, ઉપભોક્તા વર્તણૂક અને વિશ્લેષણ જેવા ગહન વિષયો આવરી લીધા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ યુવાઓએ પોતાના પ્રોજેક્ટ કાર્ય વિશે માહિતગાર કર્યા હતા. મુખ્યમંત્રીએ તેમના યોગદાનની સરાહના કરતા ગ્રામીણ કારીગરોની બનાવટ સહિતના ગરવી ગુર્જરીના ઉત્પાદનોના વેચાણ માટેની વ્યવસ્થાઓને સમયાનુકુલ અદ્યતન બનાવવામાં આ યોગદાન ઉપયુક્ત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
કુટિર ઉદ્યોગ સચિવ પ્રવીણ સોલંકી તેમજ ગરવી ગુર્જરીના મેનેજિંગ ડિરેક્ટર સંધુ અને અધિકારીઓ આ મુલાકાત બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
