For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IIT Gandhinagar : પીએમ મોદીએ જણાવ્યું ઇ-લિટરસીનું મહત્વ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું આઇઆઇટી ગાંધીનગરનું ઉદ્ધાટન. આ પ્રસંગે તેમણે કહ્યું કે શું આપણી યુનિવર્સિટી પણ વર્લ્ડ ક્લાસ બની શકે. જાણો મોદીનું ગાંધીનગરનું ભાષણ વિગતવાર અહીં.

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતની બે દિવસની મુલાકાત અંતર્ગત ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે આઇઆઇટી ગાંધીનગરમાં નવનિર્મિત ઇમારતનું ઉદ્ધાટન કર્યું હતું. અને જનસભાને સંબોધી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે 50 વર્ષમાં દેશની ટેકનોલોજીમાં મોટા ફેરફારો થયો છે. સાક્ષરતા હવે મોટી તાકાત બની છે. અને ડિજિટલ શિક્ષા મામલે હવે ઉંમર કોઇ બાધ નથી. અને ટેકનોલોજી જીવનનો ભાગ બની ગઇ છે. ઉલ્લેખનીય છે કે આજે પીએમ મોદીએ દ્વારકા અને ચોટીલાની તેમની મુલાકાત પછી ગાંધીનગર ખાતે આઇઆઇટી ગાંધીનગરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. અને તે આજે ગાંધીનગર ખાતે જ આ કાર્યક્રમ પછી રોકાણ કરશે. ત્યારે આઇઆઇટી ગાંધીનગર ખાતેના તેમના આ ભાષણમાં તેમણે ગુજરાત અને ભારતના યુવાઘન શું માટે પ્રેરણારૂપ બનવા જણાવ્યું તે જાણો અહીં. સાથે જ વાંચો મોદીના ગાંધીનગર ખાતે ભાષણના મુખ્યઅંશો.

modi

દુનિયાની શ્રેષ્ઠ સંસ્થા

પીએમ મોદીએ આ ભવનના ઉદ્ધાટન કાર્યક્રમમાં દેશની તમામ યુનિવર્સિટીની અપીલ કરી કે તે કંઇક એવું કરે જેથી તે દુનિયાની ટોપ યુનિવર્સિટીમાં તેમનું નામ રોશન કરે. આ માટે સરકાર દ્વારા પણ એક યોજના જલ્દી જ બહાર પાડવાની વાત તેમણે આ પ્રસંગે કરી હતી. સરકાર દ્વારા યુનિવર્સિટીઓ વચ્ચે સ્પર્ધા કરાવવામાં આવશે અને શ્રેષ્ઠ યુનિવર્સિટીઓને 1 કરોડ રૂપિયાની ગ્રાંટ પણ આપવામાં આવશે તેવી વાત પીએમ કહી હતી. સાથે જો તે તમામ પડાવ પાર કરી શ્રેષ્ઠ યુનિવિર્સિટી બની તો સરકાર તેના કોઇ પણ કામમાં દખલ નહીં કરે તેવી વાત પણ તેમણે આ પ્રસંગે ઉચ્ચારી હતી.

ગરીબો માટે સર્જન

આ પ્રસંગે તેમણે યુવાનોને કહ્યું કે તે કંઇક તેવું સર્જન કે ઇનોવેશન કરે જેનાથી ગરીબો અને મધ્યમવર્ગોને પણ લાભ થાય અને સાથે દેશનો પણ ફાયદો થાય. તેમણે કહ્યું કે "બેસ્ટમાંથી વેસ્ટમાંથી શું આપણે કોઇ નવા ઇનોવેશન કરી શકેએ. શું આપણે સૌરઊર્જાથી કંઇ નવું ઇનોવેશન કરી શકીએ? પોતાનું જ સોલાર પ્લાન્ટ હોય. શું આપણએ મધ્યમવર્ગ માટે તેનું કોઇ ઇનોવેશન કલ્ચર ઊભું કરીએ. જે નીડ બેઝ હોય નોલેજ બેઝ નહીં"

ગુજરાતના વખાણ

તેમણે કહ્યું કે ભારતમાં તેવા અનેક સંસ્થાનો છે જે દુનિયામાં બીજે ક્યાંક નથી. ગુજરાત પણ તેવા સંસ્થાનો દુનિયામાં આપ્યા છે જે દુનિયામાં બીજી ક્યાંક નથી. આમ કહીને તેમણે જણાવ્યું કે ગુજરાતમાં દુનિયાની એક માત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે.

ઇ-લિટરસી

તેમણે કહ્યું કે અમારી સરકાર ઇ-લિટરસી અને ડિઝિટલ શિક્ષણ પર કામ કરી રહી છે. જો આપણે યુઝર ફેન્ડ્રલી ટેકનોલોજી રજૂ કરીએ આપણો દેશ પણ ડિઝિટલ શિક્ષણતાના પથ પર ચાલી આગળ વધી શકે છે.

આઇ ક્રિએટ

તેમણે આ પ્રસંગે આઇ ક્રિએટ નામની એક સંસ્થાની વાત કરી. જ્યાં રાજ્ય અને દેશના જે લોકો નવા ઇનોવેશન માટે કામ કરવા માંગે છે તે જોડાઇ શકે છે. અને તે ત્યાં રહી ત્યાંની લેબમાં તેમના વિચારો અને નવા સર્જનો પર કામ કરી શકે. વધુમાં આ સંસ્થા વિશ્વની ટોપ સંસ્થાઓ સાથે પણ જોડાયેલી છે. જેની કરીને વિચારોના આદાન પ્રદાન પણ તે મદદરૂપ થઇ શકે તેમ તેમણે જણાવ્યું.

2022નો સંકલ્પ

તેમણે કહ્યું કે 2022માં દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થશે. ત્યારે શું યુવાનો દેશ માટે તેમના 5 વર્ષ આપશે? તેમણે કહ્યું કે "તમે 5 વર્ષ દેશ માટે ઊભા થાવ, દેશથી ગરીબી, ભષ્ટ્રાચાર, જાતિવાદ, ભાઇ ભતીજા વાદ દૂર કરો. આ શક્ય છે જો આપણે સાથે સંકલ્પ કરીએ". તેમણે કહ્યું કે 400 એકરની આ જમીન વેચી સરકાર ગામડામાં શાળા કે હોસ્પિટલ બનાવી શકી હોત. પણ તેણે આ સંસ્થાનને આપ્યા ત્યારે યાદ રાખજો કે તમારી આ સંસ્થા માટે એક ગરીબી તેનું ભવિષ્ય જતું કર્યું છે. આ ભાવના સાથે જો તમે સમાજ માટે કંઇ કરી શકતા હોવ તો કરજો.

English summary
IIT Gandhinagar: PM Modi to give speech on the significance of e-literacy. Read here in details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X