For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના ટુકડા ધારામાં મહત્વનો ફેરફાર : ખેડૂતોને મળશે લાભ

|
Google Oneindia Gujarati News

anandiben patel
ગાંધીનગર, 9 જાન્યુઆરી : રાજ્યના ખેડૂતોને તેમની કિંમતી જમીનના પુરતા ભાવો મળી રહે તે માટે રાજ્ય સરકારે મહત્વાકાંક્ષી નિર્ણય કરીને રાજ્યમાં ટુકડા ધારામાં મહત્વનો ફેરફાર કર્યો છે. જેનાથી રાજ્યનો કોઇપણ ખેડૂત ખાતેદાર રાજ્યમાં ગમે ત્યાં ટુકડાની જમીન ખરીદી કે વેચાણ કરી શકશે, એમ મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું છે.

મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલે ઉમેર્યું કે, મુંબઇનો ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા તથા તેનું એકત્રીકરણ કરવા બાબતનો કાયદો મુંબઇમાં ટુકડા ધારો તરીકે ઓળખાતો હતો. ગુજરાત રાજ્ય 1960માં અસ્તિત્વમાં આવતા કચ્છ વિસ્તારોને આ ધારો લાગુ પડાયો હતો. જેનો મૂળ ઉદ્દેશ ટુકડા પાડવાના અનિષ્ટને અટકાવવાનો તથા ખેતીની છૂટી છવાઇ જમીન એકત્રિત કરીને ખેતીની નવી પદ્ધતિઓ દ્વારા ખેત ત્પાદન વધારવાનો હતો. જીરયત જમીન માટે પ્રમાણ ક્ષેત્રફળ 2 એકર અને બાગાયત/કયારી જમીન માટે પ્રમાણ ક્ષેત્રફળ 020 ગુંઠાથી ઓછા ક્ષેત્રફળની જમીન ટુકડો ગણાય છે.

પટેલે ઉમેર્યું કે, આ કાયદાને કારણ ખેડૂતોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઇ કાયદામાં જરૂરી સુધારા કરાયા છે. જેના પરિણામે કોઇપણ ખેડૂત ખાતેદાર રાજ્યમાં ગમે ત્યાં ટુકડાની જમીન ખરીદી શકશે અને ટુકડો પડતો ન હોય તેવા કિસ્સામાં એકત્રીકરણ થયેલ જમીનમાં બ્લોક વિભાજનની પરવાનગી લેવાની રહેશે નહીં તે પ્રકારની તમામ જોગવાઇઓ કરાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાયદાને લીધે ટુકડા ધારાને કારણે પ્રમાણ ક્ષેત્રફળ કરતાં ઓછા ક્ષેત્રફળનું અલગ ખાતું બનતું નથી. જેથી સહ હિસ્સેદારોની સંખ્યા ખૂબ જ વધારે થતાં તેઓ વચ્ચેના આંતરિક પ્રશ્નો થતાં ધિરાણ, લોન, વીજ કનેકશનમાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી, ટુકડાની જમીન તેની લગોલગ આવેલા સર્વેનંબરો અથવા પેટા વિભાગના માલિક સિવાય બીજા કોઇ વ્યક્તિને વેચાણ કરી શકાતી નહોતી.

આ ઉપરાંત એકત્રીકરણ થયેલ જમીનના બ્લોક વિભાજન માટે કલેકટરની મંજૂર મેળવવાની, પૂર્વ પરવાનગી વગર જમીન વિભાજન કરી વેચી નાખતા કાયદાના પ્રશ્નો ઉભા થતા હતા તે આ સુધારાને કારણે હલ થશે. આ ધારામાં સુધારાઓ થતાં માત્ર લાગુ સર્વેનંબરવાળા ખાતેદાર ટુકડાની જમીન ખરીદી કરી શકતા હોવાથી વેચનાર ખેડૂતને પૂરતી કિંમત મળતી નહતી. જેના કારણે ખેડૂત જમીન વેચી શકતો ન હતો. આ કાયદામાં સુધારો થવાથી ખેડૂતને જમીનના પૂરતા ભાવો મળી રહેશે.

English summary
Important change in Land Fragmentation Act of Gujarat : Farmers will get benefit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X