વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બનશે મોટેરા, કરાયું ખાતમૂર્હત

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદમાં આવેલા મોટેરા સ્ટેડિયમને તોડીને એક નવું વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ ટૂંક સમયમાં બનાવવામાં આવશે. જે માટે આજે પરિમલ નથવાણી, પાર્થિવ પટેલ અને જય શાહના હસ્તે ખાત મૂર્હર્ત કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે જાણીતી કંપની એલ એન્ટી ટી આ સ્ટેડિયમનું બાંધકામ કરશે અને વર્ષ 2019 સુધીમાં આ સ્ટેડિયમ બનીને તૈયાર થઇ જશે.

motera stadium

મોટેરા નામે જાણીતા તેવા સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ, વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમમાંથી એક બને તે માટે અને જૂના સ્ટેડિયમને તોડીને આ નવું સ્ટેડિયમ બનાવવામાં આવશે. વધુમાં આ સ્ટેડિયમમાં લેટેસ્ટ ટેકનોલોજી અને નાની મેચો માટે અન્ય નાના સ્ટેડિયમ પણ બનાવવામાં આવશે. નોંધનીય છે પીએમ નરેન્દ્ર મોદીનું સપનું હતું કે મોટેરા સ્ટેડિયમ વિશ્વના ટોચના સ્ટેડિયમમાં જોડાય. ત્યારે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ઉપપ્રમુખ પરિમલ નથવાણીએ પીએમના આ સ્વપ્નને આખરી સ્વરૂપ આપ્યું છે.

English summary
In Ahmedabad Motera Stadium Foundation Ceremony held by Parimal nathwani
Please Wait while comments are loading...