ગાંધીનગરમાં 18 થી19 વય જૂથના 1.5 ટકા મતદારો, 30 થી39 વય જૂથના સૌથી વધુ મતદારો નોધાયા

ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં ૩૦થી ૩૯ વર્ષની વય ધરાવતા મતદારોની સંખ્યા ૩,૩૩,૭૧૫ થવા જાય છે. જ્યારે ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા ૨૪,૨૭૦ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ જ રીતે કુલ મતદારોના ૧.૫૦ ટકા મતદાર

ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં ૩૦થી ૩૯ વર્ષની વય ધરાવતા મતદારોની સંખ્યા ૩,૩૩,૭૧૫ થવા જાય છે. જ્યારે ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા ૨૪,૨૭૦ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ જ રીતે કુલ મતદારોના ૧.૫૦ ટકા મતદારો કે જેઓ ૧૮ થી ૧૯ વર્ષની વયજૂથના છે, તેવા આશરે ૨૭,૫૯૯ મતદારો પ્રથમ વખત મતદાન કરીને લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણીમાં સહભાગી બનશે.

ELECTION

ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં કુલ- ૧૩,૨૫,૬૦૪ મતદારો નોંધાયેલા છે. ગાંધીનગર જિલ્લામાં મતદાન કરવાની ઉંમરથી એક દાયકા મુજબ જોઇએ તો ૩૦ થી ૩૯ વર્ષની વય ધરાવતા મતદારોની સંખ્યા સૌથી વધુ ૩,૩૩,૭૧૫ એટલે કે કુલ મતદારોના ૧૮.૧૮ ટકા હિસ્સો આ વય જૂથમાં સમાવેશ થતા મતદારોનો થાય છે. આ ઉપરાંત ૧૮-૧૯ વર્ષની વય ધરાવતા અને પ્રથમ વખત મતદાન કરનાર મતદારોની સંખ્યા ૨૭,૫૯૯ છે. જે કુલ મતદારોના ૧.૫૦ ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે ૨૦ થી ૨૯ વર્ષની વય મર્યાદામાં આવતા મતદારો ૨,૬૬,૬૬૮ છે. જે કુલ મતદારોમાં ૧૪.૫૨ ટકા હિસ્સો ધરાવે છે.

આ જ રીતે ૪૦-૪૯ વર્ષની ઉંમર ધરાવતા મતદારો કુલ મતદાનમાં ૧૪.૫૪ ટકા મતદાનનો હિસ્સો ઘરાવે છે. જેમની સંખ્યા ૨,૬૬,૯૯૫ જેટલી થાય છે. બીજી તરફ, ૫૦ થી ૫૯ વર્ષની વય ધરાવતા કુલ ૨,૦૮,૩૨૮ મતદારો કુલ મતદાનમાં ૧૧.૩૫ ટકા હિસ્સો ઘરાવે છે. જ્યારે ૬૦ થી ૬૯ વચ્ચેની વયના ૧,૩૩,૬૬૩ મતદારો અને ૭૦- ૭૯ વયના ૬૪,૩૬૬ મતદારો નોંધાયેલા છે. જેઓ કુલ મતદાનમાં અનુક્રમે ૭.૨૮ ટકા અને ૩.૫૧ ટકા હિસ્સો ઘરાવે છે. આ સાથે જ ૮૦ વર્ષથી ઉપરની વયના કુલ મતદારો ૨૪,૨૭૦ છે. જે કુલ મતદાનમાં ૧.૩૨ ટકા હિસ્સો ધરાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X