ગાંધીનગરમાં કોંગ્રેસે મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન યોજ્યુ!

દેશમાં જીવન જરૂરી વસ્તુઓ પર જીએસટી લાદવાના કારણે અમર્યાદ મોંઘવારી વધવાના મુદ્દે કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં ધરણા કરવામાં આવ્યા હતા.

દેશમાં જીવન જરૂરી વસ્તુઓ પર જીએસટી લાદવાના કારણે અમર્યાદ મોંઘવારી વધવાના મુદ્દે કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં ધરણા કરવામાં આવ્યા હતા.

congress

રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં ધરણાં અને વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કર્યો હતો. ત્યારે, ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે શુક્રવારે કોંગ્રેસ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. બેકાબૂ થઇ ગયેલ મોંઘવારી અને ભારે જીએસટી લાદવાના મુદ્દે આયોજિત ધરણામાં છત્તીસગઢ રાજ્યના પ્રધાન અને ગાંધીનગર લોકસભા મત વિસ્તારના પ્રભારી જયસિંહ અગરવાલ હાજર રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ સરકાર દ્વારા ગેસ, ડીઝલ, પેટ્રોલ સહિત આવશ્યક તમામ ચીજ - વસ્તુઓમાં GST લાદી દેવાનાં આરોપ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર, ભીષણ મોંઘવારી અને બેરોજગારીથી પીડાતી પ્રજા વતી, ભાજપ સરકાર સામે ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન અને ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.

રાજ્યમાં નજીકના સમયમાં ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે, બીજી તરફ કેન્દ્ર અને રાજ્યમાં સત્તાધિન ભાજપ દ્વારા બેફામ ભાવવધારો અને જીએસટીના ભારે દર લાગુ કરવાના કારણે સામાન્ય લોકોને મોટી મુશ્કેલી ઉભી થઇ રહી છે. સેંકડો પરિવારોને પોતાના રોજીંદા ખર્ચને પહોંચી વળવામાં અગવડતા ઉભી થઇ છે, ત્યારે આ લોકોની સહાનુભૂતિ મેળવવા કોંગ્રેસ પણ હવાતિયાં મારી રહી છે. પરંતું, શું એક દિવસીય ધરણાં અને વિરોધ કરવાથી સરકાર સામે દબાણ ઉભુ કરી શકાશે ??

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X