Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાતમાં 6 દિવસમાં 10 અંગદાન, 27 લોકોને નવજીવન મળ્યુ

રાજ્યમાં અંગદાન ક્ષેત્ર સાથે સંકળાયેલા SOTTO એટલે કે State Organ And Tissue Transplant Organization એકમે અંતર્ગત રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં 10 અંગદાન થયા છે. આ 10 અંગદાતાઓના અંગદાનથી 27 જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે.

SOTTO ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીએ જણાવ્યું કે, ગુજરાત સ્થાપનાના 63માં વર્ષના પ્રવેશના પ્રથમ સપ્તાહમાં રાજ્યના ઇતિહાસમાં અંગદાન ક્ષેત્રે આ એક ઐતિહાસિક ક્ષણ છે.

organ transplantation

ગુજરાત સ્થાપના દિવસના પ્રથમ સપ્તાહમાં રાજ્યભરમાં અકલ્પનીય, અદ્વિતીય, ઐતિહાસિક અંગદાન થયા છે. જેના પરિણામે જ આ 27 દર્દીઓને નવજીવન મળ્યું છે.

રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં થયેલા અંગદાનમાં મળેલા 27 અંગોમાં 16 કિડની, 9 લીવર, 1 હ્રદય, 1 આંતરડુ અને હાથની એક જોડનો સમાવેશ થાય છે.
જેમાંથી 10 કિડની અને 6 લીવરને સિવિલ મેડિસીટીની જ કિડની હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.

આ 10 અંગદાનમાંથી 9 અંગદાન અમદાવાદ અને સુરતની સિવિલ હોસ્પિટલમાંથી અને એક અંગદાન ખાનગી હોસ્પિટલમાંથી થયું છે.

આ મુદ્દે વાત કરતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, તાજેતરમાં સિવિલ સર્વીસીસ ડે ના દિવસે રાજ્યમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ સાથે સંકળાયેલા સરકારના SOTTO એકમને ઇનોવેશન સ્ટેટ કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ પ્રાપ્ત થયાના ૧૦ દિવસમાં જ ગુજરાતમાં આ અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની કામગીરી વધુ વેગવંતી બની છે. આ ઐતિહાસિક સિદ્ધિ તેની સાક્ષી પુરે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X