દબંગ 2 કરતાં એક દિવસ વહેલો આવ્યો દબંગ 3
અમદાવાદ, 20 ડિસેમ્બર : ફિલ્મી દુનિયામાં દબંગ નામે પ્રસિદ્ધ સલમાન ખાનનો ભલા નરેન્દ્ર મોદી સાથે શો સંબંધ હોઈ શકે? હા, એક વાર સલમાનના ભાઈ અરબાઝ ખાનનો સંબંધ હોઈ શકે, કારણ કે થોડાંક વખત અગાઉ ગુજરાતમાં પોતાના એક લૅન્ડ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવા અરબાઝે મોદી સાથે મુલાકાત કરી હતી.

પરંતુ મોદી અને સલમાન વચ્ચે કયો સંબંધ હોઈ શકે? સંબંધ છે અને બહુ ગાઢ સંબંધ છે. સલમાન ખાન જો પોતાની ફિલ્મી દુનિયાના દબંગ હો, તો નરેન્દ્ર મોદી પોતાની રાજકીય દુનિયાના દબંગ છે. એટલું જ નહીં, સલમાન ખાન તો દબંગ બાદ દબંગ 2 લઈ આવી રહ્યાં છે, પરંતુ મોદી તો દબંગ ફિલ્મ રિલીઝ થતા અગાઉ પણ દબંગ હતાં અને દબંગ 3 બન્યા પહેલાં જ દબંગ 3 લઈ આવી ગયાં છે.
પોતાના રાજકીય કદ અને ચુંટણીત સફળતાઓના બળે મોદી સતત ત્રીજી વાર ગુજરાત વિધાનસભા ચુંટણી જીત્યાં છે અને તેમણે ગુજરાતના રાજકારણમાં સોનિયા-રાહુલ તથા કેશુભાઈ-વાઘેલા જેવા કાગજી શેરો આગળ પોતાને એક કે બે વાર નહીં, પણ ત્રીજી વાર દબંગ સાબિત કર્યાં છે.
સલમાન ખાનની દબંગ ફિલ્મ સપ્ટેમ્બર-2010માં રિલીઝ થઈ હતી, જ્યારે મોદી આવી કમાલ 8 વરસ અગાઉ 2002માં કરી ચુક્યા હતાં. એ વાત જુદી છે કે સલમાનની જેમ, ત્યારે તેઓ પોતે પણ નહોતા જાણતાં કે દબંગ 2 અને દબંગ 3 પણ તેઓ જ રહેશે. સલમાનની દબંગ 2 શુક્રવારે રિલીઝ થવા જઈ રહી છે અને અરબાઝ ખાને જણાવ્યું છે કે દબંગ 3ની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે, પરંતુ ગુજરાતમાં મોદીએ ત્રીજી વાર ચુંટણી જીતી પોતાને દબંગ 2 કરતાં એક દિવસ અગાઉ અને દબગં 3ની પરિકલ્પના કરતાં ઘણા પહેલા દબંગ 3 સાબિત કર્યાં છે.












Click it and Unblock the Notifications
