ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 735 કોરોના કેસ, 423 થયા ઠીક
ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં વધારો નોંધાઇ રહ્યો છે. રાજ્ય આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દ
ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં વધારો નોંધાઇ રહ્યો છે. રાજ્ય આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા પ્રમાણે ગત ચોવીસ કલાકમાં 735 નવા કેસ નોંધાયા હતા અને 423 લોકો ઠીક થયા હતા. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 36,858 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 26,323 દર્દીઓ ઠીક થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 17 લોકોના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 1,962 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 183 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 168 અને અમદાવાદ જિલ્લામાં 15 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 22,075 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 240 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 16,965 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 7 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1491 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3619 એક્ટિવ કેસ છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.
અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 241 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 207 અને સુરત જિલ્લામાં 40 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 6,209 પર પહોંચ્યો છે.
આ પણ વાંચો: ગલવાનમાં 100થી વધારે ચીની સૈનિક માર્યા ગયા, ચીની સરકારે કર્યો દાવો












Click it and Unblock the Notifications
