For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembaly Election: પીએમ મોદીએ કોગ્રેસના અરબો ખરબોના ભ્રષ્ટાચારની યાદ અપાવી

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે લોકશાહિના પર્વમાં ગુજરાતની જનતા જનાર્દન વધુમાં વધુ મતદાન કરી ભારતીય જનતા પાર્ટીનો ફરી એક વાર ઐતિહાસિક વિજય અપાવે અને ગુજરાતની સેવા કરવાના આશિર્વાદ આપે તે માટ

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે લોકશાહિના પર્વમાં ગુજરાતની જનતા જનાર્દન વધુમાં વધુ મતદાન કરી ભારતીય જનતા પાર્ટીનો ફરી એક વાર ઐતિહાસિક વિજય અપાવે અને ગુજરાતની સેવા કરવાના આશિર્વાદ આપે તે માટે વિજય સંકલ્પ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહેસાણા ખાતે વિશાળ જાહેરસભાને સંબોધી હતી. જાહેરસભામાં પુર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે પ્રાંસગીક સંબોધન કર્યુ.

NARMADA MODI

મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા અને યુવાનો અંગે સંબોધતા જણાવ્યું કે.. આ વખતે યુવાનો જે રીતે જાહેરજીવનમાં રસ દાખવી રહ્યા છે, રાજકીય જીવનના આટાપાટાને સમજીને સત્યના પારખા કરી રહ્યા છે અને દેશના ભવિષ્ય માટે એક નવી આશા જગાવી છે, નવો વિશ્વાસ જગાવ્યો છે. દેશની યુવા પેઢી ભાજપ તરફ વળી છે,ભાજપનો ધ્વજ લઇ જઇ આગળ વધી રહી છે તે આંખે પાટા લઇ નથી ગઇ તેમને એક એક વાતનો બારીકીથી નિર્ણય કર્યો છે તેમણે જોયુ છે કોંગ્રેસ પાર્ટી ભૂતકાળમાં સરકાર ચલાવતી હતી તેમનો વ્યવહાર કેવો હતો, મોડલ કેવું હતું તે જાણ્યુ છે અને એટલે જ દેશને આવનાર 25 વર્ષમાં આગળ લઇ જવો હશે તો ભાજપની નીતી, રીતી અને રણનીતી જ કામ આવશે. કોંગ્રેસ પાર્ટી એટલે અરબો ખરબો રૂપિયાનો ભ્રષ્ટાચાર, કોંગ્રસનું મોડલ એટલે પરિવારવાદ, કોંગ્રેસનું મોડલ એટલે વંશવાદ, કોંગ્રેસનું મોડલ એટલે જાતિવાદ, વોટબેંકનું રાજકારણ કરવું આ કોંગ્રેસની ઓળખ છે. કોંગ્રેસે સત્તામાં ટકી રહેવા માટે ભાગલા પાડો,શહેરને ગામડા જોડે લડાવવા,અંદોર-અંદર લડાવી પછાત જ રાખવાનું કામ કર્યુ છે. કોંગ્રેસને આ મોડલે ગુજરાત અને દેશને બરબાદ કર્યો છે એટલે હવે દેશને બચાવવા ખૂબ મથામણ કરવી પડે છે.

મોદીએ ભાજપની નીતી અને રીતી અંગે સંબોધતા જણાવ્યું કે, આજે ગુજરાતના યુવાનોમાં એક નવી આકાંક્ષાઓ છે, નવા સપનાઓ છે. છેલ્લા 20 વર્ષની પેઢી અને આજની પેઢી જુદી છે. આજના 20 વર્ષના જુવાનિયાઓને ખબર જ નથી કે આ ગુજરાતે કેવા દુષ્કાળના દિવસો વિતાવ્યા. મહેસાણા તો ખાખરીયો પટ્ટો કહેવાતો. આ એવી પેઢી છે જેને આજે વધતો જતો ગુજરાતનો પ્રભાવ દેખાઇ રહ્યો છે તેમના નસીબમાં કયારેય અભાવ ના દિવસો આવ્યા નથી. આ બધુ એમનેમ નથી થયું કાળી મજૂરી કરી,પગવાળીને બેઠા નથી, રાતભર ઉજાગરા કર્યા છે. કુદરતી પ્રકોપ વચ્ચે ગુજરાતને આગળ વધાર્યુ છે. ગુજરાતના યુવાનો સોશિયલ મીડિયા, કોલેજ,યુનિવર્સિટીમાં જ્યાં જુઓ ત્યા એક વાત કહે છે અને બોલે છે અને એક જ વિડિયો ચલાવે છે કે ફીર એક બાર મોદી સરકાર....

નરેન્દ્ર મોદીએ 20 વર્ષ પહેલા અને આજની વિજળીની સ્થિતિ અંગે જણાવ્યું કે, ભાજપે જ્યોતિ ગ્રામ યોજના લાવ્યુ, ઘરની અંદર વિજળી અને પાણી મળ્યું છે. 80 હજાર કિ.મી લાંબા ટ્રાન્સમિશનના નવા તાર નાંખ્યાં. હજારો નવા ટ્રાન્શફોર્મો નાંખ્યા છે. ગુજરાતમાં 20 લાખ જેટલા નવા વિજળીના થાંભલા નાખ્યા છે આ આંકડા કોઇ દેશમાં કર્યુ હોય એના કરતા એકલા ગુજરાતમાં કર્યું. 20 વર્ષ પહેલા 55 લાખ આસપાસ વિજળી કનેકશન હતા તે આજે વધીને આજે 2 કરોડ કરતા વઘારે વિજળી કનેકશન છે. 20 વર્ષ પહેલા ખેતરના વિજળી કનેકશન પાંચ લાખ કરતા પણ ઓછા હતા આજે ખેડૂતોને 20 લાખ કરતા વધુ કનેકશન મળ્યા છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં કોયલાથી વિજળી મળતી તે માત્ર 55 મેગાવોટ હતી આજે ગુજરાતમાં કોયલાથી 17 હજાર મેગા વોટ વિજળી ઉત્પન થાય છે.

મહેસાણા જિલ્લામાં ભૂતકાળમાં ઘરે ઘરે શિક્ષકો જોવા મળે.. આપણે 20 વર્ષમાં મહેસાણા જીલ્લામાં ઘણો સુઘારો કર્યો છે મહેસાણામાં આજે 11 જેટલી ડિગ્રી એન્જિનયરિંગ જેટલી કોલેજો છે અને 12 જેટલી ડિપ્લોમાં કોલેજો છે. મહેસાણા હવે સૈનિક સ્કુલ બનવાની છે. આ ક્ષેત્ર ઓટો હબ બની ગયું છે. અંહી જે ગાડી બને છે તે જાપાનમાં વહેંચાય છે તે આ ઉત્તર ગુજરાતની ઘરતીની તાકાત છે. 1930 માં મહેસાણા થી આબુ રોડ તારંગાથી આબુ રોડ તારંગા અંબાજી રેલવે લાઇન ના જોડવાનું ન સુજ્યુ આ તમારા મહેસાણા જીલ્લાના દિકરાએ બેસીને કર્યું અને તમારા દિકરાએ મહેસાણા થી આબુ એક નવી રેલ લાઇનનું કામ ચાલુ કર્યુ. મોદી સાહેબે અંતમાં જનતાને પોલીગં બુથમાં જઇ મતદાનના જુના રેકોર્ડ તોડવા વિંનતી કરી અને ભાજપના દરેક ઉમેદવારને જંગી મતોથી જીતાડવા વિનંતી કરી.

English summary
In Mehsaa, Modi gave more emphasis on youth and electricity
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X