For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાટણમાં રથયાત્રાને કોરોના ગાઈડલાઈન સાથે સૈદ્ધાતિક મંજુરી

ભારતમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આગવુ મહત્વ છે. પુરીની રથયાત્રા સાથે સાથે ભારતભરમાં પણ વિવિધ જગ્યાએ ભગવાન જગન્નાથ રથયાત્રાએ નિકળે છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રાનું ગ્રહણ લાગ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આગવુ મહત્વ છે. પુરીની રથયાત્રા સાથે સાથે ભારતભરમાં પણ વિવિધ જગ્યાએ ભગવાન જગન્નાથ રથયાત્રાએ નિકળે છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રાનું ગ્રહણ લાગ્યુ છે. ગુજરાતમાં અમદાવાદ સિવાય વિવિધ જિલ્લાઓમાં રથયાત્રા નિકળે છે. પાટણની રથયાત્રા દેશની ત્રીજા નંબરની રથયાત્રા છે. કોરોના ગાઈડલાઈન સાથે સૈદ્ધાતિક મંજુરી મળી ગઈ છે. પાટણમાં શરતોને આધીન અને કોરોના ગાઇડલાઈનનાં પાલન સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે.

rathyatra

રથયાત્રાને વહીવટીતંત્ર દ્વારા મૌખિક મંજૂરી મળવાને પગલે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. 139 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર ભગવાનના 3 રથ,અને નિશાન ડંકા સાથે પ્રતીકાત્મક રથયાત્રા નગરચર્યાએ નીકળશે. તો રથયાત્રામાં ભાગ લેનાર સંચાલકો, ખલાસીઓ અને પૂજામાં ભાગ લેનાર તમામે 48 કલાક પહેલાં RTPCR ટેસ્ટ કરાવાનો રહેશે. આ રિપોર્ટ નેગેટિવ હશે તો જ ભાગ લઈ શકાશે. નોંધનીય છે કે પાટણની રથયાત્રા દેશની ત્રીજા નંબરની સૌથી મોટી અને ઐતિહાસિક રથયાત્રા છે જે 5 કિમિ લાંબી હોય છે.

ઉલ્લેખનિય છે કે, અષાઢી બીજે દેશભરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળે છે. ગુજરાતમાં જગન્નાથ પુરી બાદની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નિકળે છે. ત્યારબાદ પાટણમાં 5 કિમિ લાંબી રથયાત્રા નિકળે છે.

English summary
The procession of Lord Jagannath will start in Patan following the guidelines of Korona
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X