કલેક્ટરની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લા ચૂંટણી સંરચના સંલગ્ન બેઠક મળી!

રાજકોટ જિલ્લામાં મતદાન મથકોના પુનઃગઠન અને વધારા અંગે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામા પરામર્શ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં નવા ૧૧ બૂથ વધારવા દરખાસ્ત કરી ચૂંટણીપંચને મોકલવામાં આવી હતી.

રાજકોટ જિલ્લામાં મતદાન મથકોના પુનઃગઠન અને વધારા અંગે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામા પરામર્શ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં નવા ૧૧ બૂથ વધારવા દરખાસ્ત કરી ચૂંટણીપંચને મોકલવામાં આવી હતી. બેઠકમાં ધારાસભ્ય ગોવિંદ પટેલ તેમજ વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ, રિટર્નિંગ ઓફિસર્સ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

rajkot

રાજકોટ જિલ્લાના વિવિધ વિધાનસભા મતવિસ્તારોના મતદાન મથકોની સમીક્ષા કરવામાં આવી હતી. જર્જરિત થઈ ગયા હોય, મતદારોને દૂર પડતા હોય, વગેરે જેવા કારણોવાળાં મતદાન મથકો બદલવા દરખાસ્ત કરવામાં આવી હતી. તેમજ મીટીંગમાં રજૂ થયેલી વિગતો મુજબ જિલ્લાના વિવિધ મતવિસ્તારોમાં હાલ કુલ ૨૨૪૨ મતદાન મથકો છે. ત્યારે, જિલ્લામાં ૧૧ નવા મતદાન મથકો વધારવા દરખાસ્ત કરાઈ હતી.

ચૂંટણી દરમિયાન નાગરિકોને મતદાન કરવામાં સરળતા રહે તે રીતે મતદાન મથકોનું ગઠન કરવા કલેક્ટરે નિર્દેશ કર્યો હતો. વર્તમાન મતદાન મથકો સાથે નવા સૂચિત મતદાન મથકો અંગે વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓના પ્રતિભાવો પણ મેળવ્યા હતા.આ પ્રતિભાવોને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચની ગાઇડલાઇન મુજબ યોગ્ય પગલાં લેવા પણ કલેક્ટરો રિટર્નિંગ ઓફિસર્સને જણાવ્યું હતું. મિટિંગમાં થયેલી ચર્ચા મુજબ, ચૂંટણીપંચની ગાઇડલાઇન મુજબ,નાગરિકો સરળતાથી મતદાન કરી શકે તે માટે ૧૫૦૦ મતદાર દીઠ એક મતદાન રાખવાનું હોય છે. જો કોઈ બૂથ પર મતદારોની સંખ્યા વધારે હોય તો નવા બૂથ ઊભા કરવા માટે ગાઇડલાઇન આપવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X