For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તુષ્ટીકરણનું રાજકારણ કરવા વાળી રાજકીય પાર્ટી ગુજરાતને આંતકવાદથી સુરક્ષીત ન રાખી શકે.: નરેન્દ્રભાઇ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે સુરતમાં 27 કિમી લાંબો રોડ શો કરીને ભવ્ય સભાને સંબોધી હતી આ સભામાં નરેન્દ્ર મોદીએ આતંવાદીથી લઇને સુરતના વિકાસ સુધીના તમામ મુદ્દાને લઇને વિરોધીઓ પર પ્રહાર કર્યા હતા. આમ આદમી પાર્ટીનું ના

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે સુરતમાં 27 કિમી લાંબો રોડ શો કરીને ભવ્ય સભાને સંબોધી હતી આ સભામાં નરેન્દ્ર મોદીએ આતંવાદીથી લઇને સુરતના વિકાસ સુધીના તમામ મુદ્દાને લઇને વિરોધીઓ પર પ્રહાર કર્યા હતા. આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર જ તેને આડહાથ લીધી હતી. મતદાન આડા એક દિવસ રહ્યો છે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટમીમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે.

ELECTION

નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે, એક સમય હતો કે સુરતને ખોટી રીતે દુનિયાભરમાં બદનામ કરવામાં આવ્યું હતું,કોઇ સુરત જાય તો પણ ગામ વાળા રોકતા પરંતુ આજે સુરતે તેના સામાર્થ્ય થી નવી ઉંચાઇ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.દુનિયાના આગળ વધી રહેલા 10 શહેરોમાં એક આપણુ સુરત છે તે એમનેમ નથી બન્યું પગ વાળીને બેઠા નથી,પરિશ્રમની પરાકાષ્ઠા કરી છે. સુરત ડાયમંડ સિટી,ટેકસટાઇ સીટી, બ્રીજ સીટી,ડ્રીમ સીટી અને હવે આઇટીના સ્ટાર્ટપનું માયાજાળ સુરતની નવી ઓળખ બની રહી છે. મારા સુરતના જુવાનિયાઓને સલામ છે. આ શહેર જેટલુ પુરાતન છે તેટલુ જ ફિચરીસ્ટીક પણ છે. ભવિષ્યને જોનારુ અને સમજનારુ સુરત છે. અંગ્રેજોને ત્યા બેઠા ખબર પડી હતી કે સુરતમાં દમ છે એટલે પહેલા સૌછી પહેલા સુરતમાં પગ મુકયો હતો. ભાજપની ડબલ એન્જિનની સરકાર ભવિષ્યને વઘારે સારુ બનાવવાનો પ્રયાસ કરે છે.

સુરતનું ફોકસ હવે ઇન્ફાસ્ટ્રકચરને આધુનિક બનાવવા તરફ છે.ગુજરાતની ઓળખ સમા રિવરફ્ન્ટની ચર્ચા આજે આખા હિન્દુસ્તાનમાં થાય છે. મારા માટે ગર્વની વાત છે કે સુરત તાપી રિવરફ્રન્ટની પણ દુનિયામાં ચર્ચા થશે. બાયોડાયવર્સીટી પાર્ક સુરતની બવ્યતામાં ચાર ચાંદ લગાવી રહ્યું છે. સુરતમાં રોડ.બ્રીજ, ઇન્ફાસ્ટ્રકચર ન બન્યું હોત તો અંહીનું જીવન સંભવ હોત તેમ સવાલ કર્યો. કોગ્રેસ અને ભાજપની વિચાર શક્તિમાં આસમાન જમીનનો ફરક છે. કોંગ્રેસ માને છે કે ભારતમાં ઇન્ફાસ્ટ્રકટર કરવાની જરૂર નથી જેમાં મત મળે તે જ કરવાનું. કોંગ્રેસ જાતિવાદ,ભ્રષ્ટાચાર, ભાઇ-ભાઈને લડાવો અને પોતાનું કાઠી લેવું.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ચાઇનાની સિમા પર રોડ બનાવવાની ચર્ચા ચાલતી હતી ત્યારે કોંગ્રેસના તે સમયના રક્ષામંત્રીએ સંસદમાં જવાબ આપ્યો કે, અમે બોર્ડર પર રોડ એટલે નથી બનાવતા કારણ કે ચિન વાળા આવીને ઉપયોગ કરે તો. આવી વિચારધારાથી દેશ કેમ ચાલે. ભાજપ આધુનિક વિચાર સાથે ચાલતી પાર્ટી છે આવતીકાલનો વિચાર કરનારી પાર્ટી છે. ભાજપ માટે દેશના ઉજ્વળ ભવિષ્ય માટે જેમ સમાજનું ઘડતર થવું જોયે તેમ માળખુ પણ મજબૂત થાય તે વિચાર ધારા રાખે છે. આજે દુનિયાનો સોથી લાબો બ્રીજ ભારતમાં, દુનિયાનો સોથી ઉંચો રેલ્વે બ્રીજ ભારતમાં, દુનિયામાં સૌથી ઉંચાઇ પર રસ્તો આપણે બનાવ્યો છે, દુનિયામાં સૌથી ઉંચુ સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે બનાવ્યું, દુનિયાનું સૌથી મોટુ સોલર હાઇબ્રિડ પાર્ક આપણે બનાવ્યો છે, ભારત દુનિયામાં ડિજિટલ લેણદેણમાં 40 ટકા પેમેન્ટનો ઉપયોગ કરે છે. આજે મેડ ઇન ઇન્ડિયા ભારત ટ્રેન દોડાવી રહ્યા છીએ વિકાસના આ કોમો જોઇ કોઇ પણ વ્યક્તિની 46 ઇંચની છાતી 56 ઇંચની થઇ જાય છે.

નરેન્દ્ર મોદી વધુમાં જણાવ્યું કે ગુજરાતની નવી પેઢીએ સુરતમાં થયેલા બોમ્બ ધમાકા નથી જોયા,અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ નથી જોયા. મારે સુરત અને ગુજરાતના લોકોને એવા લોકોથી સતર્ક કરવા માંગુ છું કે જે આંતકવાદીઓના શુભચિંતક છે. વોટબેંકના ભખી કેટલીકા રાજનીક પાર્ટીઓ આજે પણ બાટલા હાઉસ એન્કાઉન્ટરને ફરજી કહેવાનું પાપ કરી રહ્યા છે. કેટલીક રાજકીય પાર્ટીઓ સત્તા મેળવવા શોર્ટકટ અપનાવી રહ્યા છે. તુષ્ટીકરનું રાજકારણ કરવા વાળી રાજકીય પાર્ટી ગુજરાતને આંતકવાદથી સુરક્ષીત ન રાખી શકે. સુરત વેપાર-ધંધાનું કારોબારનું કેન્દ્ર છે,જયા આંતક અને અશાંતિ હોય તો તેની અસર વેપાર-ધંધામાં પડે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશ પર થયેલી સૌથી મોટો 26/11નો આંતકી ઘટનાને યાદ કરીને જણાવ્યું કે આવી મોટી ઘટનામાં તે સમયે કોંગ્રેસની સરકારે આંતકના આકાઓ સામે કડક કાર્યવાહી કરવાને બદલે હિન્દુઓ પર આંતકી હોવાનું લેબલ લગાડી દેવાનું ષડયંત્ર કરતી હતી એટલે જ વોટબેંકનુ રાજકારણ કરવા વાળી રાજકીય પાર્ટીઓને ગુજરાતથી દુર રાખજો. આજે ભાજપા સરકાર રાજયમાં હોય કે કેન્દ્રમાં આંતકવાદને શક્તિથી જવાબ આપવામાં કચાસ રાખતી નથી. દેશના વિકાસ માટે ભાજપ સરકાર પુરી તાકાતથી કામ કરે છે. આ ભાજપની જ સરકાર છે સર્જીકલ સ્ટ્રાઇક કરી શકે, જે એર સ્ટ્રાઇક કરાવી શકે અમે આંતકીઓને નથી છોડતા અને તેમના આકાઓને પણ ઘરમાં ઘસીને મારીએ છીએ. કોંગ્રેસ અને તેની સાથેની રાજકીય પાર્ટીઓ વોટબેંકનું રાજકારણ કરી રહ્યા છે તે દેશના સુરક્ષા માટે મતો માટે કયારેકય કડક કાર્યવાહી ન કરી શકે.

મારા સુરતના જવાનિયાઓને ખાસ ચેતી જજો આવી રાજકીય પાર્ટીઓથી. જે 2002થી ગુજરાતને નીચુ દેખાડવા નવા નવા ષડયંત્ર કરી રહી છે તે નવા નવા રૂપમાં આવતી રહી છે તેમને ગુજરાતની જનતા ઓળખી લે. ભારતના ઝડપી વિકાસ અને ગરીબોના સશક્તિકરણ માટે કામો કરી રહી છે. છેલ્લા 8 વર્ષમાં 40 કરોડ ગરીબોના બેંક ખાતા ખુલ્યા.કોરોના મહામારીમાં ગરીબોના ઘરમાં ચુલો સળગે તેની ભાજપ સરકારે ચિંતા કરી, કોરોનાની રસી ટુંકા ગાળામાં વિકાસાવી અને અમેરિકાની કુલ સંખ્યા તેના કરતા ચાર ગળા ભારતમાં ડોઝ આપ્યા છે. 80 કરોડ ભારતના લોકોને મફતમાં અનાજ આપ્યુ છે તેની પાછળ 3 લાખ કરોડનો ખર્ચ થાય છે. અને આ 3 લાખ કરોડ ખર્ચ કોને કહેવાય તે સુરતવાસીઓને ખબર પડે કોંગ્રેસવાળાને ન પડે. દુનિયાના 125 દેશોની કુલ સંખ્યા કરતા વધુ લોકોને ફ્રીમાં અનાજ આપ્યું છે. આ ચૂંટણીમાં વિકસીત ગુજરાત બનાવવાનું છે,ભાજપ સરકારે જે રીતે સંકલ્પ પત્ર આપ્યો છે તેમાં વિકસીત ગુજરાતના રોડમેપને પુરો કરવા માટે વધુમાં વધુ મતદાન કરવા વિનંતી કરી.દક્ષિણ ગુજરાતની દરેક બેઠક ભારે મતોથી જીતાડવા વિનંતી કરી.

English summary
In Surat, Modi held a 27 km long road show and addressed the gathering
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X