છેલ્લાં 2 વર્ષમાં પાલનપુર તાલુકામાં 55 હજાર 711 રોપાનું વાવેતર કરાયુ

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે, પર્યાવરણના જતન માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે રાજ્યભરમાં વાનોના નિર્માણ માટે વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે.

Plantation

વિધાનસભા ખાતે પાલનપુર તાલુકામાં સામુહિક વન નિર્માણ કાર્યક્રમ હેઠળ વૃક્ષોના વાવેતર અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ જણાવ્યું કે, નાણાંકીય વર્ષ 2022-23માં 9 ગામોમાં 13.50 હેક્ટર વિસ્તારમાં 10 હજાર 800 રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું જે માટે કુલ રૂ.24 લાખ 90 હજાર ખર્ચ કરવામાં આવ્યો હતો.

તેવી જ રીતે વર્ષ 2023-24માં 11 ગામોમાં 43 હેક્ટર વિસ્તારમાં 44 હજાર 911 રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે, જે માટે કુલ રૂ. 38 લાખ 92 હજાર ખર્ચ કરવામાં આવ્યો.

એટલે કે છેલ્લા બે વર્ષમાં પાલનપુર તાલુકાના 20 ગામમાં 56.5 હેક્ટર વિસ્તારમાં 55 હજાર 711 રોપાનું વાવેતર કરવામાં આવ્યું જે પેટે કુલ 63 લાખ 82 હજારનો ખર્ચ કરવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X