બે વર્ષમાં લીમખેડા તાલુકામાં 393 હેક્ટર વિસ્તારમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું
લીમખેડા તાલુકામાં ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ હેઠળ છેલ્લાં બે વર્ષમાં 287 લાખથી વધુના ખર્ચે કુલ 393 હેકટર વિસ્તારમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે.
આમાંથી વર્ષ 2022-23માં 99.53 લાખના ખર્ચે 128 હેક્ટર વિસ્તારમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું તો વર્ષ 2023-24માં 187.56 લાખના ખર્ચે 265 હેક્ટર વિસ્તારમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું.

આ માહિતી વિધાનસભા ગૃહમાં લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોર દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલે આપી.
છેલ્લા બે વર્ષમાં ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ હેઠળ લીમખેડા તાલુકામાં કુલ 36 ગામોમાં ખેત મજૂરોને 174.16 લાખની ચુકવણી કરવામાં આવી છે. જેમાં વર્ષ 2022-23 માં 16 ગામોમાં કુલ 112.42 લાખની જ્યારે વર્ષ 2023-24 માં 10 ગામોમાં કુલ 61.74 લાખની ચુકવણી કરવામાં આવી.
છેલ્લા પાંચ વર્ષમાં કુલ 1029 હેકટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં વર્ષ 2018-19માં 225 હેકટર, વર્ષ 2019-20માં 170, વર્ષ 2020-21માં 144 હેકટર, વર્ષ 2021-22માં 225 હેકટર તથા વર્ષ 2022-23માં 265 હેકટર વિસ્તાર એમ કુલ 1029 હેકટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું.












Click it and Unblock the Notifications
