અમદાવાદમાં સીઆર પાટીલના હસ્તે ગુજરાત બીજેપી મીડિયા સેન્ટરનો પ્રારંભ
ગુજરાત વિઘાનસભા 2022ની ચૂંટણી માટે અમદાવાદ ખાતે ગુજરાત બીજેપી પ્રદેશ મીડિયા સેન્ટરનો શુભારંભ પેજ સમિતિના પ્રણેતા અને નવસારીના સાંસદ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે કરાયો હતો. આ ઉપરાંત કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ
ગુજરાત વિઘાનસભા 2022ની ચૂંટણી માટે અમદાવાદ ખાતે પેજ સમિતિના પ્રણેતા અને નવસારીના સાંસદ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે ગુજરાત બીજેપી પ્રદેશ મીડિયા સેન્ટરનો શુભારંભ કરાયો હતો. આ ઉપરાંત કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરઘન ઝડફીયા, રમણ વોરા, પુર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને મીડિયાની ટીમ તેમજ સંગઠનના હોદેદારશ્રઓ અને કાર્યકરોની ઉપસ્થિતિ રહ્યાં હતા. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મીડિયા સેન્ટર વ્યવસ્થા જોઇ અને ત્યાર બાદ મીડિયા સેન્ટરના શુભારંભ પ્રસંગે પ્રદેશના મહામંત્રી તેમજ મીડિયાના ઇન્ચાર્જ પ્રદિપસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદને મીડિયા સેન્ટર અંગે માહીતી આપી હતી.

પ્રદિપસિંહ વાઘેલાજીએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે ગુજરાત વિઘાનસભા 2022ની ચૂંટણી ટુંક સમયમાં આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પત્રકારો સાથે સરળતાથી સંવાદ થાય તેમજ ઝડપથી માહિતી પહોંચે તે માટે પાર્ટી દ્વારા આ મીડિયા સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. આ મીડિયા સેન્ટરથી પાર્ટીના વિચાર,પાર્ટીના કાર્યક્રમો,સરકારની કાર્યો મીડિયા સુઘી પહોંચે તે માટે વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.
ગત વિઘાનસભાની ચૂંટણીમાં પણ આ જ રીતે મીડિયા સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું હતું. સી.આર.પાટીલના માર્ગદર્શનમાં વિઘાનસભાની પેટા ચૂંટણી,તાલુકા પંચાયત,નગર પાલિકા,જિલ્લા પંચાયત,મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો અભૂતપુર્વ વિજય થયો છે. દેશના કર્મયોગી વડાપ્રઘાન નરેન્દ્ર મોદી તેમજ દેશના ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં તેમજ પેજ સમિતિના પ્રણેતા સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આવનાર ગુજરાત વિઘાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થવાનો છે અને ગુજરાતની જનતા જનાર્દનના આશિર્વાદ મળવાના છે.
આ કાર્યક્રમમાં પ્રદેશ મીડિયા વિભાગના પ્રવકતા યમલભાઇ વ્યાસ, પ્રદેશ મીડિયા વિભાગના કન્વીનર ડો.યજ્ઞેશ દવે, પ્રદેશ મીડિયા વિભાગના સહ પ્રવકતા કિશોર મકવાણા, ભરત ડાંગર, રૂત્વીજ પટેલ, હિતેન્દ્ર પટેલ તેમજ પ્રદેશના પદાધિકારીઓ અને અમદાવાદના ઘારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી








Click it and Unblock the Notifications
