ભરૂચના ચુનીલાલ પોપટલાલ જવેલર્સમાં આઇટીના દરોડા

Subscribe to Oneindia News

નોટબંધીના નિર્ણય બાદ લોકોએ જે સોનુ ખરીદ્યુ તેની તપાસ માટે ભરૂચના ચુનીલાલ પોપટલાલ જવેલર્સ (સી.પી.સી.) ના બે શો રૂમમાં ગત સાંજે આઈ.ટી. વિભાગના દરોડા પડ્યા હતા. જેમાં જ્વેલર્સના સ્ટાફના પણ નિવેદનો લેવામાં આવ્યા હતા. ગત સાંજના 4 વાગ્યા થી આઈ.ટી. વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

bharuch

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરના રોજ 500 અને 1000 રુપિયાની નોટ પર પ્રતિબંધની જાહેરાત કર્યા બાદ રાજ્યભરમાં લોકો અડધી રાત સુધી જ્વેલર્સને ત્યાંથી સોનુ લેવા દોડ્યા હતા. તે સમયે જ્વેલર્સે મોકાનો લાભ ઉઠાવીને લોકોને અનેક ગણા ભાવે સોનુ વેચ્યુ હતુ. બાદમાં આવા જ્વેલર્સને ત્યાં પણ આવક વેરા વિભાગે દરોડા પાડ્યા હતા. આ અનુસંધાનમાં જ ભરુચના ચુનીલાલ પોપટલાલ જ્વેલર્સને ત્યાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા.

English summary
income tax raid in chunilal popatlal jewellers, bharuch
Please Wait while comments are loading...