For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

India Corona Updates : છેલ્લા 24 કલાકમાં 10,423 નવા કોવિડ કેસ નોંધાયા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 10,423 નવા કોરોના કેસ નોંધાયા છે. જે સોમવાર કરતા 16 ટકા ઓછા છે. આવા સમયે કોવિડ 19ને કારણે 443 લોકોના મોત થયા છે.

|
Google Oneindia Gujarati News

India Corona Updates : ભારતમાં કોરોના વાયરસની ગતિ હવે ધીમે ધીમે અટકી રહી છે. મંગળવારે (02 નવેમ્બર) દેશમાં કોવિડ-19ના દૈનિક આંકડા ઘટીને 11 હજાર પર આવી ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 10,423 નવા કોરોના કેસ નોંધાયા છે. જે સોમવાર કરતા 16 ટકા ઓછા છે. આવા સમયે કોવિડ 19ને કારણે 443 લોકોના મોત થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 15,021 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1 લાખ 53 હજાર 776 છે. જે 250 દિવસમાં સૌથી ઓછી છે. હાલ સક્રિય કેસની સંખ્યાનો દર 0.45 ટકા છે.

India Corona Updates

દેશમાં કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 4 લાખ 58 હજાર 880 છે. દેશમાં કોરોનાના કુલ કેસ 3,42,96,237 છે. તે જ સમયે કોરોના સંક્રમણથી સ્વસ્થ થયેલા લોકોની કુલ સંખ્યા 3,36,83,581 છે. આવા સમયે દેશમાં કોરોના રસીકરણનો આંકડો 1,06,85,71,879 (1.06 કરોડ) છે. ભારતમાં 16 જાન્યુઆરી 2021થી કોરોના રસીકરણની ઝુંબેશ શરૂ થઈ હતી.

સોમવાર સુધી સાંજે 5 કલાકે પૂરા થતા 24 કલાકમાં ગુજરાતમાં રવિવારની જેમ 20 નવા પોઝિટિવ કેસ ઉમેરાયા હતા. ડિસ્ચાર્જ 23 થી વધીને 28 થઈ ગયા, સક્રિય કેસ 8 થી ઘટીને 196 થઈ ગયા હતા. ચાર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં દૈનિક 70 ટકા કેસ નોંધાય છે. વલસાડમાં એક એક્ટિવ દર્દીનું મૃત્યુ નોંધાયું હતું, જેનાથી મૃત્યુઆંક 10,090 થયો હતો.

નવા પોઝિટિવ કેસમાં વડોદરા શહેરમાંથી 6, અમદાવાદ અને સુરત શહેરમાંથી 3-3, ગાંધીનગર શહેર, જૂનાગઢ અને નવસારીમાં 2-2 અને કચ્છ અને વલસાડ જિલ્લામાંથી 1-1નો સમાવેશ થાય છે.

આ અપડેટ મુજબ વડોદરામાં 39 એક્ટિવ કેસ હતા, વલસાડમાં 38, સુરતમાં 34 અને અમદાવાદમાં 33 કેસ હતા. એક્ટિવ કેસ દર્દીઓમાંથી છ વેન્ટિલેટર પર હતા.

રાજ્યમાં 2.81 લાખ વ્યક્તિઓને બીજા ડોઝ સહિત 3.24 લાખ લોકોનું રસીકરણ નોંધાયું છે, જે કુલ 7.1 કરોડ થઈ ગયું છે.

English summary
India Corona Updates: 10,423 new corona positive case reported in last 24 hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X