For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવું હશે ગાંધીનગરનું રેલવે સ્ટેશન, શુક્રવારે મોદી કરશે ઉદ્ઘાટન

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવું હશે ગાંધીનગરનું રેલવે સ્ટેશન, શુક્રવારે મોદી કરશે ઉદ્ઘાટન

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જુલાઈએ પ્રાઈવેટ પાર્ટનરશિપના માધ્યમથી રેલવે સ્ટેશનોના આધુનિકીકરણની સરકારની યોજના મુજબ દેશના પહેલા પુનર્વિકસિત ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનને 71 કરોડ રૂપિયાની લાગતથી આધુનિક બનાવવામાં આવ્યું છે અને આધુનિક એરપોર્ટ્સની જેમ જ આ રેલવે સ્ટેશને પણ વિશ્વસ્તયરીય સુવિધાઓ આપવામાં આવી છે.

વિશેષ સુવિધા

વિશેષ સુવિધા

સાથે જ દિવ્યાંગોની સુવિધા માટે વિશેષ ટિકિટ બારી, રેમ્પ, લિફ્ટ અને સુરક્ષિત પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આખી બિલ્ડિંગને ગ્રીન બિલ્ડિંગ રેટિંગ સુવિધાઓ સાથે ડિઝાઈન અને તૈયાર કરવામાં આવી છે. વડાપ્રધાન કાર્યાલય મુજબ રેલવે સ્ટેશન પર અત્યાધુનિક થીમ આધારિત લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 32 થીમ નિર્ધારિત છે. આ ઉપરાંત આ રેલવે સ્ટેશન પર ફાઈવ સ્ટાર હોટલ પણ હશે.

લાઈવ એલઈડી વૉલ ડિસ્પ્લે

લાઈવ એલઈડી વૉલ ડિસ્પ્લે

ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન માટે ગુજરાત સરકાર અને આઈઆરએસડીસીના ઈક્વિટી યોગદાન સાથે ક્રમશઃ 76:26 ના દરે એક સંયુક્ત ઉદ્યમ એસવીપી એટલે કે ગાંધીનગર રેલવે અને શહેરી વિકાસ કંપનીની રચના કરવામાં આવી હતી. રેલવેના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે રેલવે સ્ટેશને લાઈવ એલઈડી વૉલ ડિસ્પ્લે લાઉન્જ સાથે સમર્પિત વિશેષ આર્ટ ગેલેરી છે.

અમિત શાહ પણ જોડાશે

અમિત શાહ પણ જોડાશે

જાણકારી મુજબ ગૃહમંત્રી અમિત શાહ વીડિયો કોન્ફ્રેન્સ મારફતે ઉદ્ઘાટન કાર્યક્રમમાં જોડાશે. તેમના ઉપરાંત ગુજરાતના મુખ્યમ્ંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ સહિત અન્ય કેટલાય મંત્રીઓ પણ આ કાર્યક્રમમાં સામેલ થશે. અગાઉ જણાવવામાં આવી રહ્યું હતું કે પીએમ મોદી 15 જુલાઈએ ગુજરાતનો પ્રવાસ કરશે પરંતુ બાદમાં આ કાર્યક્રમ બદલી કાઢવામાં આવ્યો. હવે પીએમ મોદી વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં સામેલ થશે અને પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે.

English summary
India's no 1 railway station Gandhinagar Capital Railway Station is set to open
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X