‘યુ.એસ.-ઇન્ડિયા સંરક્ષણ સહકારમાં નવી સીમાઓઃ નેક્સ્ટ જનરેશન ટેકનોલૉજી, ઇનોવેશન અને મેક ઈન ઇન્ડિયા’ વિષય પર સેમિ
યુ.એસ.-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ-USIBC અને સોસાયટી ફોર ઇન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચરર્સ-SIDMના સંયુક્ત ઉપક્રમે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ‘યુ.એસ.-ઇન્ડિયા સંરક્ષણ સહકારમાં નવી સીમ
યુ.એસ.-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ-USIBC અને સોસાયટી ફોર ઇન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચરર્સ-SIDMના સંયુક્ત ઉપક્રમે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં 'યુ.એસ.-ઇન્ડિયા સંરક્ષણ સહકારમાં નવી સીમાઓઃ નેક્સ્ટ જનરેશન ટેકનોલૉજી, ઇનોવેશન અને મેક ઈન ઇન્ડિયા' વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ પ્રસંગે ઉદબોધનમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 8 વર્ષોમાં સંરક્ષણ ક્ષેત્રે પ્રગતિશીલ સુધારાઓ કરવામાં આવ્યાં છે, જેના કારણે ભારત-અમેરિકા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે સંબંધો વધુ મજબૂત બન્યાં છે. ઇઝ ઑફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત અમેરિકાની કંપનીઓને ટેકનોલૉજી વિકસાવવા તથા પોતાનું ઉત્પાદન યુનિટ સ્થાપવા માટેની પ્રક્રિયાઓ વધુ સરળ કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, યુ.એસ.-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના સકારાત્મક પ્રયત્નોથી બંને દેશોની કંપનીઓ વચ્ચેની ભાગીદારી વધુ વ્યાપક બની છે. 'મેક ઇન ઇન્ડિયા'થી 'મેક ફોર વર્લ્ડ'ના મંત્ર સાથે અમેરિકાની કંપનીઓ ભારતમાં પોતાનું એક્સપોર્ટ એરિએન્ટેડ યુનિટ શરૂ કરી રહી છે. સંરક્ષણ ક્ષેત્રે ગ્લોબલ સપ્લાય ચેઈનમાં અમેરિકાની મેગા કંપનીઓ માટે ભારતની લઘુઅને સૂક્ષ્મ કંપનીઓ ચાવીરૂપ ભૂમિકા ભજવી રહી છે એમ મંત્રીએ જણાવ્યું હતું.
આ સેમિનાર અંતર્ગત વિવિધ ભારત-અમેરિકાના સંરક્ષણ નિષ્ણાંતો, સંરક્ષણ મંત્રાલયના તથા કંપનીઓના અધિકારીઓ વચ્ચે પેનલ ચર્ચાઓ થઈ હતી.
-
Gujarat Weather: રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, નોંધી લેજો આ તારીખ -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Gold Rate Today: ઈરાન જંગ વચ્ચે સોનું ફરી સસ્તું થયું! જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ -
IPL 2026: આ 5 ખેલાડીઓ છેલ્લી આઈપીએલ રમશે? લઈ શકે છે નિવૃત્તિ -
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: રેકોર્ડ તોડવા માટે તૈયાર છે વૈભવ સૂર્યવંશી, આ IPLમાં બનાવશે કીર્તિમાન -
Gandhinagar News: રાજ્યમાં PNG ગેસ અને પેટ્રોલિયમની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
Weather News: 18 રાજ્યો પર હવામાનનો ડબલ એટેક! ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક લૂ, IMDનું મોટું એલર્ટ -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર?












Click it and Unblock the Notifications
