કચ્છ પાસે દેશની સમુદ્રી સીમામાં પાકિસ્તાનીઓને કોસ્ટ ગાર્ડે પકડ્યા

Subscribe to Oneindia News

ઇંડિયન કોસ્ટ ગાર્ડે ગુજરાતમાં કચ્છ પાસે ભારતની સમુદ્રી સીમાની અંદર સેલિંગ કરી રહેલા 26 પાકિસ્તાની નાગરિકોને ઘેરી લીધા છે. આ બધા કુલ પાંચ બોટમાં સવાર હતા અને સમુદ્ર તટની ખૂબ જ નજીક હતા.

kutchh

સમુદ્ર તટથી માત્ર 12 નોટિકલ માઇલ દૂર

સમુદ્રી સીમાની સુરક્ષામાં લાગેલા તટરક્ષકોએ માત્ર 12 નોટિકલ માઇલ દૂર પાંચ બોટ જોઇ. કોસ્ટ ગાર્ડે ઇંટરસેપ્ટર બોટ સી 419 નો પીછો કર્યો અને પાંચેય બોટને પકડી લીધી. તેમાં 26 પાક નાગરિક સવાર હતા જેમને જખઉ લાવવામાં આવ્યા છે.

પકડાઇ ગયેલા પાક નાગરિકોની પૂછપરછ

બધા પાક નાગરિકોને જખઉ લાવીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલે હજુ વધુ જાણકારીની રાહ જોવાઇ રહી છે.

English summary
Indian Coast Guard nabbed 26 Pakistani nationals who were sailing in five fishing boats in Indian waters.
Please Wait while comments are loading...