For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગરમાં યોજાશે દેશનો સૌથી મોટો ટ્રેડ મેળો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 7 જાન્યુઆરી: વાઇબ્રન્ટ ગુજરાત અને પ્રવાસી ભારતીય દિવસ પર ગાંધીનગરમાં દેશનો સૌથી મોટો ટ્રેડ મેળો લાગશે. આ એક્ઝિબિશનમાં અમેરિકા સહિત 8 સહયોગી દેશ પોતાના સ્ટોલ્સ લગાવશે. સાતમી વાઇબ્રન્ટ ઇન્વેસ્ટર સમિટની સાથે ગાંધીનગરમાં વિશાળ ટ્રેડ ફેર પણ લાગશે. આ ટ્રેડ ફેર લગભગ એક અઠવાડિયા સુધી ચાલશે. લગભગ 1 લાખ 25 હજાર સ્ક્વેર મીટર એરિયામાં લાગેલા આ ટ્રેડ ફેરમાં 17 ડોમ બનાવવામાં આવ્યા છે. તેમાં લગભગ 1300 સ્ટોલ્સ લાગેલા છે અને 25 સેક્ટર કંપનીઓ આ ટ્રેડ ફેરમાં ભાગ લઇ રહી છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત 8 સહયોગી દેશોના પણ સ્ટોલ્સ તેમાં સામેલ છે.

આ ટ્રેડ ફેરનું ઉદઘાટન વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે સાંજે કરશે. ટ્રેડ ફેરમાં આવનાર લોકો માટે 8 ફૂડ કોર્ટ પણ બનાવવામાં આવ્યા છે. એટલું જ નહી અહીં આવનારાઓને ફ્રી વાઇફાઇ સેવા પણ ઉપલબ્ધ થશે. ટ્રેડ ફેરમાં પ્રવાસી ભારતીય દિવસનો સ્ટોલ પણ લગાવવામાં આવ્યો છે.

trade-show

ગત વર્ષના મુકાબલે આ વર્ષે લગભગ 25 હજાર સ્ક્વેર ફૂટ વધુ એરિયામાં આ પ્રદર્શન લગાવવામાં આવ્યું છે અને ગત વર્ષના મુકાબલે લગભગ 200થી વધુ કંપનીઓએ ભાગ લીધો છે. આમ તો આ એક્ઝિબિશન 7 થી 13 જાન્યુઆરી ખુલ્લું રહેશે પરંતુ તેમાં 11 અને 12 જાન્યુઆરી વાઇબ્રન્ટ સમિટ દરમિયાન ફક્ત આમંત્રિત લોકો માટે આ એક્ઝિબિશન ખુલ્લુ રહેશે.

English summary
The Vibrant Gujarat Global Trade Show in Gandhinagar is a platform where companies are presenting their best innovations and latest technological developments for the manufacturing industry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X