Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વડોદરામાં બનશે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ : ચિરાયુ અમીન

baroda-cricket-association-logo
વડોદરા, 26 માર્ચ : આ રવિવારે ઊર્જા અને પેટ્રોરસાયણ મંત્રી સૌરભભાઇ પટેલે બરોડા ક્રિકેટ એસોસીએશન (બીસીએ) ના અસ્તિત્વના 75મા પડાવને અનુલક્ષીને યોજવામાં આવેલા પ્લેટીનમ જ્યુબીલી-અમૃત મહોત્સવમાં, બરોડા ક્રિકેટ એસોસીએશન શહેરના લોકોના સહયોગથી એક સારા સ્ટેડિયમની ભેટ આપશે જ તેવો વિશ્વાસ વ્યક્ત કરવાની સાથે, નામાંકિત પ્લેયર્સ, અમ્પાયર્સ અને એડમીનીસ્ટ્રેટર્સની ભારતીય ક્રિકેટને ભેટ આપવા માટે સંસ્થાને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

ભારતીય ક્રિકેટને હિમાલયન હાઇટસ સુધી પહોંચાડવામાં જેનું નિર્ણાયક યોગદાન છે તેવા બીસીએની સ્થાપના અને વિકાસમાં ગાયકવાડ રાજઘરાનાની ભૂમિકાને સમારોહમાં કૃતજ્ઞતાપૂર્વક બિરદાવવામાં આવી હતી.

મંત્રી સૌરભભાઇ પટેલ, બીસીએના અધ્યક્ષ ચિરાયુ અમીન, ઉપાધ્યક્ષ સમરજીતસિંહ ગાયકવાડ તેમજ પદાધિકારીઓના હસ્તે આ પ્રસંગે બ્રાન્ડ વડોદરાનું પ્રતિક બની ગયેલા 17 ઇન્ટરનેશનલ ક્રિકેટર્સ સહિત રણજી ટ્રોફી પ્લેયર્સ, પ્રશાસકો સર્વ એ.ડી.વ્યાસ, સ્કોરર દિનાર ગુપ્તે, ગ્રાઉન્ડસમેન સ્વ. ગુલાબરાવ થોરાતનું અભિવાદન કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે સન્માનિતોમાં ભારતીય ટીમના સહુથી વૃદ્ધ હયાત પૂર્વ કપ્તાન ડી.કે.ગાયકવાડ, ચંદુ બોરડે, પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારનાર દીપક શોધન, મોહિન્દર અને સુરીન્દર અમરનાથ, અંશુમાન ગાયકવાડ, કિરણ મોરે, નયન મોંગિયા, રસીદ પટેલ, ઝહીરખાન, મુનાફ પટેલ, અતુલ બેદાડે, જેકોબ માર્ટીન, કોનોર વિલ્યિમ્સ, મૂકબધીર ક્રિકેટના વર્લ્ડ કપમાં ભારત માટે રમનારા વિનય ડોંગરે, વીરભદ્રસિંહ રાઠોડ, રાકેશ વાજા, ઇમરાન શેખ, ઇરફાન-યુસુફ પઠાણ (કૌટુંબિક પ્રસંગ હોવાથી અનુપસ્થિત) સહિત રણજી પ્લેયર્સ, સદ્ગમત રમતવીરોના કુટુંબીજનો ઇત્યાદીનો સમાવેશ થતો હતો. વડોદરાને નામના અપાવનાર મહિલા ક્રિકેટર મંગલા બાબરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું

મંત્રી સૌરભભાઇ પટેલ એક સંવાદમાં જણાવ્યું હતું કે, બીસીએના 75 વર્ષએ સહુ માટે ગૌરવનો પ્રસંગ છે. દેશ માટે સતત સારા ક્રિકેટર્સ, અમ્પાયર્સ અને એડમીનીસ્ટ્રેટર્સનું સંસ્થાએ ધડતર કર્યું છે.
વડોદરાને, અવરોધો નિવારીને ફાસ્ટટ્રેક આયોજન હેઠળ વિશ્વકક્ષાનું અને આંતરરાષ્ટ્રીય મેચીસ રમી શકાય તેવું સ્ટેડિયમ આપવાના બીસીએ સંકલ્પને વ્યક્ત કરતા ચિરાયુ અમીને જણાવ્યું હતું કે, "સંસ્થા પાસે મેદાન, માળખાકીય સગવડો અને તાલીમની સુવિધાઓને કારણે બીસીએમાં સારા ખેલાડીઓના ધડતરની ક્ષમતા છે. ઇનડોર ફેસીલીટીને કારણે વર્ષભર પ્રેકટીસ શક્ય બને છે."

મોતીબાગ મેદાન ક્રિકેટના ઇતિહાસની રોમાંચક ક્ષણોનું સાક્ષી રહ્યું છે તેનો ઉલ્લેખ કરતા શ્રીમંત સમરજીતસિંહ ગાયકવાડે ભારતીય ક્રિકેટના વિકાસમાં શ્રીમંત ફતેસિંહરાવ ગાયકવાડ (સદ્ગત) ના યોગદાન તેમજ અભૂતપૂર્વ ગ્રાઉન્ડસમેન ગુલાબરાવ થોરાત (સદ્ગિત) ની સેવાઓને અંજલિ આપી હતી.

તેમણે આશાસ્પદ ક્રિકેટર્સના ધડતર માટે ઉંડાણના વિસ્તારોમાં તાલીમની સાધન સુવિધાઓ સાથે વિશેષ અકાદમીની સ્થાપનાના બીસીએ આયોજનની જાણકારી આપી હતી. સંસ્થા ઉપાધ્યક્ષ સંજય પટેલે બીસીસીઆઇ પેન્શન યોજનાથી વંચિત રણજી પ્લેયર્સ માટે અલાયદી પેન્શન યોજના સહિતના કલ્યાણ આયોજનો જાહેર કર્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X