International Women's Day 2025: મહિલાઓને આત્મનિર્ભર બનવા શું કરવું? જાણો શું કહે પન્નાબેન શુક્લા
International Women's Day 2025: સમગ્ર વિશ્વમાં 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આવામાં આજે પણ મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલાઓને આર્થિક, સામાજિક અને પારિવારીક રીતે ઘણા પડકારોનો સામનો કરવો પડે છે.
કહેવાય છે ને ડૂબતા વ્યક્તિને તણખલાનો સહારો પણ કાફી હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાની હજારો મહિલાઓને આ તણખલાનો સહારો પન્નાબેન શુક્લાએ આપ્યો છે. પન્નાબેન શુક્લાએ સુરેન્દ્રનગરની હજારો બહેનોને સ્વરોજગાર અને કૌશલ્ય તાલીમ અપાવીને આત્મનિર્ભર બનાવી છે.
આજે આપણે પન્નાબેન શુક્લની જીવનસફર, પડકારો અને સફળતાની પ્રેરણાદાયી સ્ટોરી જાણીશું. આ સાથે તેમની પાસેથી સવાલોના જવાબ જાણીને મહિલાઓની સમસ્યા અને તેમના ઉકેલો માટેના પ્રયાસોને કેવી રીતે આગળ વધારી શકીએ એ વિશે પણ જાણીશું.
પન્નાબેન શુક્લનો પરિચય, પ્રારંભિક જીવન અને શૈક્ષણિક સફર - સુરેન્દ્રનગરમાં જન્મેલા પન્નાબેનના પિતા જિલ્લા પોલીસ વડા હતા. આ સાથે તેમના માતા સેવાકાર્યો સાથે જોડાયેલા હતા. આવી રીતે નાનપણથી જ પન્નાબેનના માનસમાં સેવા કાર્યનું બીજ રોપાયું હતું.
પન્નાબેને પ્રારંભિક શિક્ષણ સુરેન્દ્રનગરમાં મેળવ્યા બાદ અંગ્રેજી વિષય સાથે સ્નાતક થયા. તેઓએ 1972માં અનુસ્નાતકની ડિગ્રી મેળવી અને એમ પી શાહ કોમર્સ કોલેજમાં પ્રેફેસર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
પન્નાબેનને વાંચનનો શોખ હોવાથી તેઓ મહાન લોકોનું જીવન ચરિત્ર વાંચતા હતા. સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી જેવા મહાન લોકોનું જીવન ચરીત્ર વાંચ્યા બાદ તેમને સમાજ માટે કંઇક કરી છૂટવાની ભાવના થઈ. વિવેકાનંદનું service to mankind is service to god સુત્ર જ તેમના જીવનનો ઉદ્દેશ્ય બની ગયો.
તેઓએ કોલેજમાં 25 વર્ષ સુધી NSS પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવી છે. આ દરમિયાન તેમણે દર વર્ષે 100 વિદ્યાર્થીઓના સ્પેશિયલ કેમ્પ ગ્રામ્યકક્ષાએ યોજીને રાષ્ટ્રીય સેવા યોજનાની તાલીમ આપી ગ્રામ વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે.
તેઓ નોકરીના અંતિમ 10 વર્ષ સુધી પ્રિન્સિપાલ રહ્યા બાદ 2010માં સેવા નિવૃત થયા હતા. જે બાદ તેમણે પોતાનો સંપૂર્ણ સમય અને જીવન સામાજિક કાર્યોમાં લગાવ્યું છે. આ સેવાકીય પ્રવૃતિ કરવા માટે તેમણે પોતાનું અમેરિકાનું ગ્રીન કાર્ડ પણ સરન્ડર કરી દીધું હતું.

શ્રી વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળની શરૂઆત, વિકાસ અને પડકારો - પન્નાબેન કોલેજમાં ભણાવતા ત્યારે સવારે લેક્ચર લેતા અને બપોર બાદ તેઓ પોતાનો ફુરસદનો સમય કીટી પાર્ટી કે ગપ્પા મારવા જેવા ફાઝલ કામમાં વેડફવા માંગતા ન હતા.
તે માટે તેઓએ 23 એપ્રિલ 1985ના રોજ અખાત્રિજના શુભ દિવસે 11 બહેનો સાથે મળીને 11111 રૂપિયાના ભંડોળ સાથે શ્રી વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળની સ્થાપના કરી હતી. તે સમયે 11 બહેનો આજીવન સભ્યો હતી.
શરૂઆતમાં આ મંડળમાં 5 કામદાર બહેનો જોડાઈ. જે સમય જતા આજે 200 બહેનો આજીવન સભ્ય છે, અને 1000 જેટલી કામદાર બહેનો સંસ્થા સાથે જોડાયેલી. આ સંસ્થા દ્વારા આ બહેનો આત્મનિર્ભર બની છે. 1111 રૂપિયાના ભંડોળથી શરૂ થયેલા આ મંડળનું હાલ વાર્ષિક 5 કરોડનું ટર્નઓવર છે.
શ્રી વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળ જ્ઞાતિ, જાતિ કે ધર્મનો ભેદ જોયા વગર વિધવા, ત્યખ્તા અને નિરાધાર મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે તાલીમ આપે છે. જેમાં ભરતકામ, સીવણ, ફુડ પ્રોસેસિંગ અને અન્ય વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવે છે.
આ તાલીમ મેળવી મહિલાઓ પોતાની રીતે કમાણી કરીને આર્થિક રીતે પગભર બને છે. આ સાથે સ્વમાનભેર માથું ઉચકીને સમાજમાં જીવી શકે છે. નિરાધાર મહિલાઓ આ તાલીમ મેળવી પોતાનો વ્યવસાય ઉભો કરીને રોજગાર આપતી ઉદ્યમી બની શકે છે.

PHoto - શ્રી વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળ સુરેન્દ્રનગરની વેબસાઈટ
આજે શ્રી વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળ દ્વારા હોસ્પિટલ એટેન્ડન્ટ કોર્સ, નાબાર્ડ હેઠળ ચાલી રહેલા પ્રોજેક્ટ્સ, ડેરી પ્રોજેક્ટ, સામાજિક સુરક્ષા વિધવા પુનર્વસન તાલીમ, વ્યાવસાયિક તાલીમ કાર્યક્રમ, કેન્ટિન અને ફુડ પ્રોસેસિંગ જેવા કાર્યક્રમો અંતર્ગત તાલીમ આપવામાં આવે છે. આવી રીતે સંસ્થા દ્વારા 30 હજારથી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે.
સફળતા પહેલાનો સંઘર્ષ - સંઘર્ષ વિશે વાત કરતા પન્નાબેન જણાવે છે કે, તેઓને આર્થિક રીતે કોઈ મુશ્કેલી ઉભી થઈ નથી. કારણ કે તેમનો પરિવાર અને મિત્રવર્તુળ અમેરિકાથી ભંડોળ આપે છે.
આ સાથે રાજકીય નેતાઓ અને સ્થાનિક ઉદ્યોગપતિઓ દ્વારા તેમને સમયાંતરે જરૂરિયાત મુજબ આર્થિક સહાય મળતી રહે છે.
પન્નાબેન પડકાર વિશે વાત કરતા જણાવે છે કે, સમસ્યા સામાજિક રીતે હતી. કારણ કે બહેનો કામ કરવા માટે સંસ્થાના મકાન સુધી આવવા અચકાતી હતી.
જેમાં ઘણી બહેનો ઘરેથી કામ કરવાની જીદ પણ કરતી, પણ પન્નાબેન અને તેમની ટીમ તેમને સમજાવતી કે, તમે ઘરેથી કામ કરશો તો આગળ નહીં વધી શકો, તમારા પ્રોડક્ટને પ્લેટફોર્મ નહીં મળે.
જે બાદ મહિલાઓ સંસ્થા સુધી આવતી થઈ અને તેમને રોજગારી મળી. આ સાથે મહિલાઓને વિવિધ સ્થળો પર પ્રવાસ અને સેમિનારના આયોજન થકી સંસ્થા દ્વારા તેમના માનસિક વિકાસનું પણ પૂરતું ધ્યાન આપવામાં આવે છે.

PHoto - શ્રી વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળ સુરેન્દ્રનગરની વેબસાઈટ
સવાલ જવાબ
ડિજિટલ યુગમાં મહિલાઓ ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરી શકે - હું જ્યારે નોકરી કરતી હતી, ત્યારે બપોર પછીના ફાઝલ સમયે ગપ્પા મારવા કે કીટી પાર્ટી કરીને સમય વેડફી શકતી હતી, પણ આ સમયનો સમાજ માટે ઉપયોગ કર્યો. જ્યારે તમે તમારી જવાબદારી સમજો છો ત્યારે સમયનો સદઉપયોગ કરતા આપોઆપ શીખી જાવ છો.
પોતાના રિસોર્સનો ઉપયોગ કરીને કેવી રીતે ઓછી મહેનત અને ઓછા પ્રયાસ થકી અર્થ ઉપાર્જન કરવું - નોકરી કરવા કરતા કૌશલ્ય માટે તાલીમ લઈને મહિલાઓ સ્વનિર્ભર બની શકે છે. ડિજિટલ યુગમાં શિખવા માટે હવે ઘરની બહાર જવાની જરૂર નથી, તમે ઘરે બેઠા શીખીને કોઈપણ કામ કરી શકો છો.
દરેક પાસે મોબાઈલ છે, અને એના દ્વારા કંઈપણ શીખી શકાય છે. સંસ્થા દ્વારા આ માટે તાલીમ આપવામાં આવે છે. આ સાથે સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સહાયો મેળવવામાં મદદ કરવામાં આવે છે. જેથી મહિલા સશક્તિકરણ થાય છે.
મહિલા પ્રત્યે સમાજની માનસિકતા કેવી રીતે બદલવી - સમાજ જ્યારે સ્ત્રીને એક હિસ્સો સમજે છે, ત્યારે તેનું સમ્માન કરે છે. હાલ મહિલાઓ શિક્ષિત બની છે. દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી રહી છે.
પુરૂષપ્રધાન સમાજમાં હવે મહિલાના અસ્તિત્વનું સમ્માન થઈ રહ્યું છે. આજે પણ ઘણા સમાજમાં કામ કરતી મહિલાઓને ઓછી નજરથી જોવામાં આવે છે, તે માટે સંસ્થા અને સરકાર દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે.
મહિલાઓ પોતાની લધુતાગ્રંથી કેવી રીતે દુર કરીને વધુ સફળતા મેળવી શકે - મહિલાઓ સામાજિક અને માનસિક રીતે થોડી અંર્તમુખી હોય છે. ઘણા સમાજમાં મહિલા ઘરની બહાર નીકળે અને કામ તેને સારુ માનવામાં આવતું નથી. આવામાં તેઓ તેમને કામ કરવા અને આત્મનિર્ભર બનવા માટે સમજાવે છે.
એકવાર મહિલા કામ કરતી થાય છે, સંસ્થાની અન્ય મહિલાઓ સાથે વાત કરે છે, ત્યારે તેઓ આપોઆપ લઘુતામાંથી બહાર આવે છે. સંસ્થામાં તમામ મહિલાઓ સમદુખીયારી બહેનો જેમ એક પારાવારિક સંબંધથી જોડાય છે.
મહિલાઓ સોશિયલ મીડિયા પર વિતતા સમયનો ઉપયોગ સેલ્ફ લર્નિંગ માટે કેવી રીતે કરી શકે - આજના ડિઝિટલ સમયમાં સ્ક્રોલિંગ જનરેશન છે. તેઓ નકામી રીલ્સ જોવામાં સમય વેડફે છે. આના કરતા તેઓ સેલ્ફ લર્નિંગ અને સ્કિલ ડેવલોપમેન્ટ પર ફોક્સ કરે તો વધુ આગળ વધી શકે છે.
જો અમારી સંસ્થાની મહિલાઓની વાત કરવામાં આવે તો તેઓ યુટ્યુબના માધ્યમથી નવી નવી રેસિપી શોધી લાવે છે, અને આ રેસિપીને ફુડ પ્રોસેસિંગમાં ઉમેરીને કમાણી કરે છે.
મહિલાઓ માટે નોકરીમાં આવતી પડકારો અને સમાધાન - મહિલાઓને નોકરીમાં ઘણા પ્રકારના પડકારોનો સામનો કરવા પડે છે. જેમાં શારિરીક શોષણથી લઈને માનસિક શોષણનો પણ સમાવેશ થાય છે.
આવામાં મહિલાઓએ હિંમત રાખી મક્કમ મને દરેક પરિસ્થિતિનો સામનો કરવો જરૂરી છે. પુરૂષપ્રધાન સમાજમાં મહિલાઓએ પોતાના આત્મસમ્માન માટે હંમેશા સંઘર્ષ કરવો પડી શકે છે. સફળતા મેળવવા માટે કોઈ શોર્ટ કટ હોતો નથી, પુરુષાર્થથી પ્રારબ્ધ બને છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન








Click it and Unblock the Notifications
