International Yoga Day: ભારત-પાક બોર્ડર પર થશે રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી
International Yoga Day: બનાસકાંઠા જિલ્લાના નડા બેટ ખાતે ભારત-પાકિસ્તાન બોર્ડર પોઈન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગુજરાતમાં રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે.
અત્રે નોંધનીય બાબત છે કે, આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી, મંત્રીઓ અને ઉચ્ચ સરકારી અધિકારીઓ 21મી જૂનના રોજ આ રાજ્ય કક્ષાના યોગ દિવસ સમારોહમાં હાજરી આપશે.
તાજેતરના વર્ષોમાં પ્રવાસીઓના આકર્ષણ તરીકે વિકસિત થયેલા નડા બેટ બોર્ડર પોઈન્ટ પર તૈયારીઓની સમીક્ષા કરવા સ્થળની મુલાકાત સાથે જિલ્લા-સ્તરના અધિકારીઓની બેઠક યોજાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, આગામી 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ઇન્ડો - પાક બોર્ડર, નડા બેટ ખાતે કરવામાં આવશે.
આ અંતર્ગત બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવાલે ઇન્ડો પાક બોર્ડર, નડાબેટ ખાતે બેઠક યોજી સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
આગામી 21 મી જુને વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ઇન્ડો- પાક.બોર્ડર , નડાબેટ ખાતે કરવામાં આવશે
— Info Banaskantha GoG (@infobanaskantha) June 14, 2024
જિલ્લા કલેકટર શ્રીવરુણ કુમાર બરનવાલે ઇન્ડો પાક બોર્ડર , નડાબેટ ખાતે બેઠક યોજી સ્થળ નિરીક્ષણ કર્યું pic.twitter.com/EjHrYx3TrO












Click it and Unblock the Notifications
