For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભરૂચ જંબુસર-આમોદના કોંગ્રેસ ધારાસભ્ય ભરતસિંહ સોલંકી સાથે વિકાસ-રકાસ અંગે ખાસ વાતચીત

વન ઈન્ડિયાના સંવાદ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના જંબુસર - આમોદ મત વિસ્તારના ધારાસભ્ય સંજય સિંહ સોલંકી જોડાયા હતા.

|
Google Oneindia Gujarati News

ભરૂચઃ વન ઈન્ડિયાના સંવાદ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના જંબુસર - આમોદ મત વિસ્તારના કોંગ્રેસ ધારાસભ્ય સંજય સિંહ સોલંકી જોડાયા હતા. વન ઈન્ડિયા પત્રકાર દ્વારા પૂછવામાં આવેલ વિવિધ પ્રશ્નોના જવાબ આપી તેમણે પોતાના અઢી વર્ષ દરમિયાન ધારાસભ્યની મુદતમાં જે વિકાસના કાર્યો થયા છે તેમજ બાકીના કાર્યકાળ દરમિયાન જે કાર્યો કરવાના છે તે અંગે વન ઈન્ડિયાના પત્રકાર સાથે વાતચીત કરી. વાંચો અહીં તે સમગ્ર વાતચીત.

bharatsingh solanki

પ્રશ્નઃ અઢી વર્ષના શાસનકાળ દરમિયાન તમારા મત વિસ્તારમાં વિકાસના કયા કયા કામો થયા છે?

જવાબઃ વિશ્વ અને દેશ અત્યારે જ્યારે કોરોનાની સ્થિતિમાં હોય ત્યારે જંબુસર તાલુકાની અંદર પ્રથમ તો અમે જે લોકોને ખૂબ જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને વડોદરા કે ભરૂચ જવુ પડતુ હતુ તેના બદલે આમોદમાં જ મેડિકલ હોસ્પિટલ ખોલાવીને જંબુસર અને આમોદના લોકોને આ સેવાનો લાભ અપાવેલ છે. આનાથી ગરીબ લોકોના ખર્ચા ઘટ્યા છે. આ ઉપરાંત જંબુસર-આમોદ તાલુકામાં મુખ્ય પ્રશ્ન ખેડૂતોનો હોઈ પાક ઉત્પાદન થયા પછી જેમને ટેકાના ભાવ મળતા ન હોય, સરકારની અંદર અમે રજૂઆત કરીને એપીએમસી દ્વારા ખેડૂતોને ટેકાના ભાવ અપાવેલા છે. કપાસમાં પણ ખેડૂતોને લાભ મળેલો છે. આ વર્ષે જંબુસર-આમોદ તાલુકાને અતિવૃષ્ટિ અસરમાં સરકારને વિનંતી કરીને લીધેલો છે. અતિવૃષ્ટિ થવાથી 30થી 60 ટકા નુકશાન થયેલુ છે. 33 ટકા લાભો સરકારે મંજૂર કરેલા છે.

પ્રશ્નઃ તમે કોંગ્રેસમાંથી ચૂંટાયેલા હોઈ શાસક પક્ષ દ્વારા વિકાસના કાર્યોમાં કોઈ અવરોધો સર્જાયા છે ખરા?

જવાબઃ ગુજરાત સરકારની અંદર આ પરિસ્થિતિ ઉભી થવાની. 100 ટકા કામો ન થયા હોય પરંતુ જંબુસર-આમોદ તાલુકામાં અમે જેટલા પણ કામોની મંજૂરી માંગેલી છે તેમાંથી 90 ટકા કામો જેવા કે હોસ્પિટલ, રેફરલ હોસ્પિટલની મંજૂરી આપેલી છે, પીવાના પાણીના પ્રશ્નો મુદ્દે 64 ટકા રકમ મંજૂર કરી છે જેથી આવનારા દિવસોમાં લોકોને પાણી મુદ્દે રાહત રહેશે. અન્ય ગામોને જોડતા રસ્તાઓ પણ મંજૂર થયેલા છે. મીઠા પાણીનો પ્રશ્ન પણ હલ કરીને ટૂંક સમયમાં ચાલુ થશે. કેટલીક યોજનાઓ સરકારે ધ્યાને લઈને મંજૂર કરેલી છે.

પ્રશ્નઃ જંબુસરના અમુક વિસ્તારોમાં ગંદકી મુદ્દે તમારા તરફથી કોઈ રજૂઆત કરવામાં આવી છે?

જવાબઃ જંબુસરમાં કેટલાક વિસ્તારોમાં વર્ષો જૂની ગટર ઉભરાતી હોય ત્યારે સત્તાધારી નગરપાલિકાના ધ્યાન પર લાવવામાં આવ્યુ છે. પરંતુ આ મુદ્દે નગરપાલિકા સદંતર નિષ્ફળ છે એવુ મારુ માનવુ છે.

ક્ષિતિજનો NCB પર આરોપ - કરણ જોહરનુ નામ લઈ લો, તમને છોડી દેશેક્ષિતિજનો NCB પર આરોપ - કરણ જોહરનુ નામ લઈ લો, તમને છોડી દેશે

English summary
Interview of Bharuch Mla Bharat singh solanki
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X