For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગરમાં પૂર્વ મંત્રી પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતિમાં 'મોદી@૨૦-ડ્રીમ્સ મીટ ડિલીવરી' કાર્યક્રમ યોજાયો હતો

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના ૧૩માં સ્થાપના દિવસ નિમિત્તે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી તથા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર્સ એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે પૂર્વ શિક્ષણ મંત્રી પ્રકાશ જાવડેકરના અધ્યક્ષ સ્થાને તેમજ રાજ્યના શ

|
Google Oneindia Gujarati News

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના ૧૩માં સ્થાપના દિવસ નિમિત્તે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી તથા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર્સ એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે પૂર્વ શિક્ષણ મંત્રી પ્રકાશ જાવડેકરના અધ્યક્ષ સ્થાને તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી કુબેર ભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં 'મોદી@૨૦-ડ્રીમ્સ મીટ ડિલીવરી' કાર્યક્રમ યોજાયો હતો.

PRAKASH JAVDEKAR

પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રકાશ જાવડેકરે ચિલ્ડ્રન યુનિવર્સીટીના સ્થાપના દિવસે 'Modi@20 Dreams Meet Delivery' પુસ્તક પર પોતાના વિચારો રજૂ કરતાં કહ્યુ હતું કે, આ પુસ્તક ૨૦ વર્ષના સુશાસનની પ્રતીતિ કરાવતું ઉત્તમ પુસ્તક છે, જેમાં તેમના જોયેલા સપનાઓની 'સ્વપ્નથી સિદ્ધિ' સુધીના પ્રયાસોની સફર વર્ણવવામાં આવી છે. મોદી @૨૦ માં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ દ્વારા પણ બે લેખ લખવામાં આવ્યા છેે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ચિલ્ડ્રન્સ યુનિવર્સીટી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશનનું સપનું જોયું હતું જે આજે સાકાર થઈને સમગ્ર વિશ્વમાં અનોખી ઓળખ ઉભી કરી છે. આ યુનિવર્સિટી સમગ્ર વિશ્વમાં ફક્ત ગુજરાતમાં જ છે.

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જ વિશેષતા છે કે એમને અલગ વિચાર આવે છે અને એ સાકાર પણ કરી શકે છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં બાર વર્ષ અને વડાપ્રધાન તરીકેના આઠ વર્ષ પૂર્ણ કર્યા બાદ આજે ૨૧મું વર્ષ છે. તેમનો મંત્ર સુશાસનનો છે. લોકોને વિશ્વાસ આપવો, લોકો માટે કામ કરવું અને એટલે જ દેશવાસીઓનો વિશ્વાસ વધ્યો છે. વડાપ્રધાનના દ્રષ્ટિવંત આયોજન અને મકકમ નિર્ણાયક શકિતના પરિણામે સમગ્ર વિશ્વમાં આજે ભારતની નામના વધી છે. ભારત આજે અલગ આગવી ઓળખ ઊભી કરીને વિકસિત દેશોની હરોળમાં આવી ગયો છે.

તેમણે ઉમેર્યું કે, અમદાવાદ શહેરનું કાંકરિયા તળાવ સુસાઇડ તળાવ તરીકે ઓળખાતુ હતું, જ્યાં આજે લાખો લોકો આવે છે અને જીવનની નવી આશા લઈને જાય છે. સાબરમતી નદી કિનારે રિવરફ્રન્ટ બનવાને કારણે સુંદરતા વધી અને આજે એનો ઉપયોગ આપણે જોઈ રહ્યા છીએ.

નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા તે સમયે એમણે તત્કાલીન વડાપ્રધાનશ્રી મનમોહનસિંહને સૂર્ય પુત્ર દેશોને એકત્રિત કરીને સોલાર એનર્જી માટેની યોજના બનાવવા પત્ર લખ્યો પણ કંઈ થયું નહી.પણ આજે જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે તેઓએ એમના આ વિચારોની શરૂઆત કરી દીધી છે. એ જ રીતે બી.આર. ટી.એસ. બધે જ અસફળ રહી પણ ગુજરાતમાં સફળ રહી છે. અમદાવાદ હેરિટેજ વોક પણ મેં ગુજરાતમાં કરી, જેમાં પણ આજે આર્કિટેક્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ત્યાં તમને સમજાવે છે એ માત્રને માત્ર વડાપ્રધાનના આયોજનનને આભારી છે.

જાવડેકરે ઉમેર્યું કે, વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ નેશનલ એજ્યુકેશન પોલિસીમાં અર્લી ચાઈલ્ડહુડ એજ્યુકેશન પર ખૂબ જ ભાર આપવામાં આવ્યો છે, જે આગામી સમયમાં મહત્વનો પુરવાર થશે. આંગણવાડી અને જિલ્લા પરિષદ શાળાઓ મર્જ થશે જે નેશનલ એજ્યુકેશન પોલિસીનો પણ ભાગ છે.

તેમણે ઉમેર્યું કે, ભૂતકાળમાં દેશવાસીઓને રાષ્ટ્રજોગ સંદેશ દ્વારા વડાપ્રધાનશ્રી સંબોધતા હતા ત્યારે આજે શ્રી મોદીજી એ મન કી બાત થકી એક એવો સંવાદ શરૂ કર્યો છે જેમાં દેશના લોકોને એક સંદેશ આપ્યો છે.

English summary
Introduced to the book 'Modi@20' by Prakash Javadekar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X