IPL મેચ પર સટ્ટો રમાડતા 3 બુકીઓ ઝડપાયા

હાલ આઇપીએલની ક્રિકેટ મેચ ચાલી રહી હોઇ વડોદરામાં પોલીસે 3 બુકીને સટ્ટો રમાડતા ઝડપી પાડ્યા છે.

હાલ આઇપીએલની 10મી સીઝન ચાલી રહી છે ત્યારે ક્રિકેટપ્રેમીઓની સાથે ગુજરાતમાં સટ્ટો રમાડતા બુકીઓ પણ સક્રિય થઇ ગયા છે. વડોદરામાં પણ આઇપીએલ દરમિયાન સટ્ટો રમાડતા 3 બુકીઓને પોલીસે સતર્કતા વાપરીને પકડી પાડ્યા છે. વડોદરા SOGને બાતમી મળી હતી શહેરના તાંદલજા અને માંજલપુર વિસ્તારમાં IPL ક્રિકેટ મેચ પર રમાડે છે. SOG ની ટીમેં બાતમીના આધારે તાંદલજા અને માંજલપુર વિસ્તારમાં રેડ પાડી ૫ બુકીઓની ધરપકડ કરી રૂ2.9 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

police

નોંધનીય છે કે માંજલપુર વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસમાં રેડ કરી ત્રણ બુકીઓને ઝડપી પાડ્યા હતા. અને તાંદલજા માં પઠાણવાડી વિસ્તારમાં રેડ પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ૨ બુકીઓને ઝડપી પાડ્યા હતા. SOG પોલીસે બે જગ્યા રેડ કરી 19 મોબાઈલ, 2 ટીવી અને 1 લેપટોપ સાથે 2.7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. ત્યારે સુરત અમદાવાદ પછી હવે વડોદરામાં પણ સટ્ટોડીયાોઓને પોલીસે પકડી પાડ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X