For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Excl Pics : ‘હીરા’નો ‘હીરો’ બનશે ‘હીરો’?

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 17 ડિસેમ્બર : ગુજરાત વિધાનસભા ચુંટણી 2012 આજે નિર્ણાયક તબક્કે પહોંચી છે અને સાંજે 5 વાગતાં ગુજરાત પોતાનો જનાદેશ ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીનો (ઈવીએમ)માં નોંધાવી દેશે. આ સાથે જ સૌની નજરો 20મી ડિસેમ્બર, 2012 ગુરુવારના ઐતિહાસિક દિવસ ઉપર ટકી જશે. ભાજપ-કોંગ્રેસ કે જીપીપી ત્રણે પક્ષો પોત-પોતાની જીતના દાવા કરે, એ વાજબી છે, પરંતુ આ તમામ દાવા-પ્રતિદાવા વચ્ચે ચર્ચાના કેન્દ્રમાં એકમાત્ર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે. સૌના મનમાં એક જ પ્રશ્ન છે કે શું મોદી ફરીથી સત્તા પર પરત ફરશે?

આ તમામ ચર્ચાઓ અને કાવાદાવા દરમિયાન મુદ્દો એકમાત્ર મોદી રહ્યાં અને વિરોધીઓએ તેમને દરેક રીતે સાણસામાં લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રાજકીય રીતે વિરોધીઓ ભલે મોદીની ટીકા કરતાં હોય, પણ એક માતાની નજરમાં તેનો પુત્ર કિંમતી-મૂલ્યવાન હીરા કરતાં ઓછો ન હોઈ શકે. મોદી જેમના માટે હીરા સમાન છે, તેમનું પોતાનું નામ પણ ‘હીરા' એટલે કે હીરાબેન છે. હીરાબાને પુરતો વિશ્વાસ છે કે તેમનો પુત્ર જીતની હૅટ્રિક મારશે. એટલું જ નહીં, હીરાબાએ તો અહીં સુધી કહ્યું કે તેમનો પુત્ર વડાપ્રધાન પદ સુધી પહોંચશે.

હીરાબેન આજે સવારે ગાંધીનગરમાં સેક્ટર 8માં મતદાન કરવા પણ પહોંચ્યાં. મતદાન કર્યા પછી તેમણે ફરી એક વાર વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમનો પુત્ર ગુજરાતની ચુંટણી જીતશે. હવે જોવાનું એ જ રહેશે કે શું હીરાબાનો મૂલ્યવાન હીરો (diamond) શું સાચે જ ગુજરાતનો હીરો (hero) સાબિત થશે?

આવો આપને તસવીરો વડે બતાવીએ હીરાબા અને તેમના હીરાના મિલનના કેટલાંક પ્રસંગો.

હીરાનો હીરો

હીરાનો હીરો

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બર, 2011ના રોજ સદ્ભાવના ઉપવાસ પર બેસતાં અગાઉ પોતાના માતા હીરાબેનના આશીર્વાદ લેવા ગયા, ત્યારે માતાએ પોતાના પુત્રને વ્હાલપૂર્વક આશીર્વાદ આપ્યા હતાં.

હીરાનો હીરો

હીરાનો હીરો

માતા હીરાબેને પુત્ર નરેન્દ્ર મોદીને મિઠાઈ ખવડાવી હતી અને રામચરિત માનસ આપી સદ્ભાવના ઉપવાસની સફળતાના આશીર્વાદ આપ્યા હતાં.

હીરાનો હીરો

હીરાનો હીરો

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ વર્ષે 17મી સપ્ટેમ્બરે પોતાના જન્મ દિવસે જ્યારે માતાને મળવા ગયાં, ત્યારે માતા હીરાબેને ભગવદ ગીતા આપી આશીર્વાદ આપ્યા હતાં.

હીરાનો હીરો

હીરાનો હીરો

માતાએ આપેલી ભગવદ ગીતા લઈ મોદી તેમની સાથે વ્હાલપૂર્વક ચર્ચા કરતાં નજરે પડે છે.

હીરાનો હીરો

હીરાનો હીરો

આજે પણ માતા હીરાબેને મતદાન કર્યા પછી જણાવ્યું કે તેમનો પુત્ર ગુજરાત વિધાનસભા ચુંટણી જરૂર જીતશે અને એક દિવસ દેશનો વડાપ્રધાન પણ બનશે.

English summary
Gujarat Assembly Election 2012 : Is Hiraba's Diamond will become a hero of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X