For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ચૂંટણી પ્રચાર: સોનિયા ગાંધીને નરેન્દ્ર મોદીથી ડર લાગે છે?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sonia gandhi, narendra mod
દાહોદ, 5 ઑક્ટોબર: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્રારા રાજકોટમાં સંબોધેલી સભાને લઇને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું હતું. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સોનિયા ગાંધીનું ભાષણ બિલકુલ ફિકુ હતું. તેમને કહ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતમાં સમજી વિચારીને સાવધાની પૂર્વક બોલે છે, તેને ડર લાગે છે કે પ્રજા તેના વિરોધમાં થઇ ન જાય.

ગુરૂવારે મોદીએ એક રેલીને સંબોધતા કહ્યું હતું કે સોનિયા ગાંધીના ભાષણમાં કંઇ ન હતું. એમાં કંઇ ખાસ વાત ન હતી. મીડીયાને તેમના ભાષણમાં કંઇ નથી છાપવા જેવું લાગ્યું જ નહી એટલે મીડિયાએ સોનિયા ગાંધીના મોટા મોટા ફોટા છાપી દિધા. મોદીએ કહ્યું કહ્યું હતું કે કોંગ્રેસ ભયભીત છે અને તે ગુજરાતમાં એક સંભાળીને બોલે છે.

તેને ડર લાગે છે કે તેમના મોંઢામાંથી કોઇ ખોટી વાત નીકળી જાય તો પ્રજા તેની વિરોધમાં જતી રહશે, જેના પાર્ટીનો સફાયો થઇ જશે. સોનિયા ગાંધીએ બુધવારથી ગુજરાતમાં કોંગ્રેસ ચૂંટણી અભિયાનની શરૂઆત કરતાં રાજકોટમાં રેલી યોજી હતી. આ રેલીમાં સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદી પર આડકતરી રીતે પ્રહાર કર્યા હતા.

કોંગ્રેસે દગો કર્યો હોવાનો નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો હતો. તેમને કહ્યું હતું કે કોંગ્રેસે 2009ની ચૂંટણી પહેલાં વાયદો કર્યો હતો કે તે સત્તામાં આવ્યા બાદ 100 દિવસમાં મોંધવારી દૂર કરશે. નરેન્દ્ર મોદીએ હાજર લોકોને પૂછ્યું હતું કે શું કોંગ્રેસે તેને વાયદો પૂરો કર્યો છે? તો આ દગો નથી તો શું છે તેમના પ્રશ્નના જવાબમાં પ્રજાએ હાકારો પૂરાવ્યો હતો.

મોદીએ દાવો કર્યો છે કે આ વખતે પણ ગુજરાતમાં 2007ના જેવી ચૂંટણીઓ યોજાશે. તેમને કહ્યું હતું કે 2007માં સોનિયા ગાંધીએ છોટા ઉદેપુરથી પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી અને કોંગ્રેસને છોટા ઉદેપુરમાં જ હાર મળી હતી. આ વખતે સોનિયા ગાંધીએ રાજકોટ સીટ પરથી ચૂંટણીનું રણશિંગુ ફૂક્યું છે અને કોંગ્રેસ રાજકોટ સીટ પણ ગુમાવી દેશે.

English summary
Congress President Sonia Gandhi on Wednesday, Oct 3 began her campaigning in Gujarat for the upcoming assembly elections in the state. Mrs Gandhi was very cautious while criticising Gujarat government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X