ઇશરત જહાં કેસ : પી પી પાંડેને CBI કસ્ટડીમાં મોકલાયા

સીબીઆઈએ સમગ્ર કેસની તપાસ માટે પાંડેના 14 દિવસના રિમાન્ડ માટેની માગ કરી હતી. જેની સામે જજ એચ એસ ખુતવાડે માત્ર ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે શહેરના એડિશનલ ડીજીપીએ તેમની હાજરીમાં સીબીઆઈ દ્વારા પૂછપરછની અરજી પણ સ્વીકારી હતી.
પી પી પાંડેની સીબીઆઈ કસ્ટડીને પગલે હવે આ કેસમાં નવા વળાંકો આવશે તેવું મનાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સીબીઆઇ કોર્ટે પાંડેને ભાગેડુ જાહેર કર્યા હતા. ત્યાર બાદ હાજર થવાનું સમન્સ મોકલી આપ્યું હતું. હાજર થવાના દિવસે પાંડેએ પોતાના કથળેવા સ્વાસ્થ્યનું બહાનું આગળ ધરી હોસ્પિટલમાં દાખલ થયા હતા. આમ તેઓ છેલ્લા કેટલાક દિવસથી રિમાન્ડ ટળી જાય એવા પ્રયાસો કરી રહ્યા હતા.












Click it and Unblock the Notifications
