ઇશરત જહાં એન્કાઉન્ટર: CBIની ચાર્જશીટમાં 4 IB અધિકારીઓના નામ, અમિત શાહને રાહત

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદ, 6 જાન્યુઆરી: ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇએ અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી દીધી છે. ચાર્જશીટમાં ગુજરાતના પૂર્વ મંત્રી અને નરેન્દ્ર મોદીના ખાસ અમિત શાહનું નામ નથી.

ચાર્જશીટમાં આઇબીના ચાર અધિકારીઓ રાજીન્દર કુમાર, ટી મિત્તલ, રાજીવ વાનખેડે અને એમ.કે. સિન્હાના નામનો સમાવેશ થાય છે. સીબીઆઇના વકીલે જણાવ્યું કે રાજીન્દર કુમારને આરોપી નંબર એક બનાવવામાં આવ્યા છે.

આઇબીના આ ચારેય અધિકારીઓ ગુજરાત પોલીમાં ફરજ બજાવી રહ્યા હતા. એન્કાઉન્ટરથી પહેલા અને બાદમાં પણ અમિત શાહ આ આરોપી અધિકારીઓના સંપર્કમાં હતા. પરંતુ સીબીઆઇએ તેમનું નામ ચાર્જશીટમાં સામેલ કર્યું નથી. વકીલે જણાવ્યું છે કે અમે તેમનું નામ પણ આરોપીઓમાં સામેલ કરવાની માંગ કરીશું.

isharat jahan
વકીલના જણાવ્યા અનુસાર જો સીબીઆઇ આગળ ઇન્વેસ્ટિગેશન નથી કરતી તો તેને ફાઇનલ ચાર્જશીટ માની શકાય છે. રાજીન્દર કુમાર પર આર્મ્સ એક્ટ, 120, 302નો ચાર્જ લગાવવામાં આવ્યો છે. તેમને અપહરણ કરવાના આરોપી પણ બનાવવામાં આવ્યા છે.

જ્યારે રાજીન્દર કુમારે જણાવ્યું છે કે મને મીડિયા દ્વારા 15 જૂન 2004ના ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પોતાનું નામ આગળ આવવાની જાણ થઇ છે. મારું કહેવું છે કે આઇબી અધિકારીઓએ આતંકવાદીઓ સામે લડવાના અભિયાનમાં પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે. મને વિશ્વાસ છે કે મારી વિરુધ્ધ કોઇ ગુનાહિત મામલો નથી બનતો. માત્ર ભારતમાં જ એવું બની શકે છે કે દેશભક્ત અધિકારીઓને પાકિસ્તાની આતંકવાદીઓના મોત પર ફંસાવવામાં આવતા હોય.

English summary
The CBI on Thursday filed second chargesheet in Ishrat Jahan encounter case. In its second supplementary chargesheet, the CBI has not named former home minister of Gujarat, Amit Shah, but it has named former IB officer Rajendra Kumar as the main accused in Jahan's murder.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.