ઇશરત જહાં ફેક એન્કાઉન્ટર કેસમાં IB અને CBI સામ-સામે

આ મામલામાં કેટલાંક રાજનૈતિક હસ્તિઓના નામનો પણ ખુલાસો થઇ શકે છે. છેલ્લા એક મહીનામાં સીબીઆઇએ આ કેસ અંગે ઘણા અધિકારીઓની પૂછપરછ કરી છે. આ મામલામાં સીબીઆઇએ ગુપ્ત એજન્સી આઇબીના સ્પેશિયલ ડાયરેક્ટર રાજીન્દર કુમારની ભૂમિકાને શંકાસ્પદ માનીને તેમની પૂછપરછ કરી હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સીબીઆઇની પાસે કેટલીક કોલ ડિટેલ્સ છે જેનાથી સ્પષ્ટ થાય છે કે રાજીન્દર કુમાર એન્કાઉન્ટર દરમિયાન આરોપી અધિકારીઓના સંપર્કમાં હતા.
રાજીન્દર કુમાર પર 10 જૂનથી 15 જૂન સુધી આરોપી અધિકારી વણજારા સાથે 37 વખત વાતચીતના આરોપ છે. સીબીઆઇને રાજીન્દર કુમારની ધરપકડની મંજૂરી બાદ આઈબી અને સીબીઆઇ સામ-સામે આવી ગઇ છે.












Click it and Unblock the Notifications
