ગુજરાત સરકારની મંજૂરી મળતા જી.એલ સિંઘલે ફરી હોદ્દો સંભાળ્યો

અમદાવાદ, 29 મે: ગુજરાત સરકારે સસ્પેન્ડેડ આઇપીએસ અધિકારી જી.એલ સિંઘલને તેમનો હોદ્દા ફરી સંભાળવા માટેની મંજૂરી આપી દીધી છે. સિંઘલ ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં આરોપી છે.

ગુજરાતના પોલીસ મહાનિર્દેશક પી.સી. ઠાકુરે આ વાતની ખરાઇ કરતા જણાવ્યું છે કે સિંઘલને ગાંધીનગરમાં રાજ્ય રિઝર્વ પોલીસના ગ્રૂપ કમાંડેંટ હોદ્દા પર નિમણૂંક કરવામાં આવી છે. પોતાને પદભાર સંભાળવાની ગુજરાત સરકારની મંજૂરી પર સિંઘલે જણાવ્યું કે 'હું ગાંધીનગરમાં એસઆરપી સમૂહ 12ના કમાંડેંટ પદ માટે નિમણૂંક પામ્યો છું, અને હું ઉત્સાહપૂર્વક કામ કરીશ.'

gl singhal
અત્રે ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ જ્યારે સિંઘલના ઘર પર દરોડા પાડ્યા હતા તો એક પેન ડ્રાઇવ મળી આવી હતી, જેમાં 267 ઓડિયો ક્લિપ હતી. દાવો કરવામાં આવ્યો કે રેકોર્ડિંગમાં રાજ્યના કાયદા અધિકારીઓ અને મંત્રીઓની વચ્ચે ઇશરત મામલાની તપાસમાં વિઘ્ન નાખવાની યોજના બનાવવાની વાત હતી. મહિલા જાસૂસી કાંડ સાથે જોડાયેલ મહત્વના પુરાવા મળ્યા હતા.

એક રેકોર્ડિંગમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ અને સિંઘલની વચ્ચે એક મહિલા આર્કિટેક્ટની 'સાહેબ'ના નિર્દેશ પર જાસૂસીની વાત કરી હતી. આરોપ લગાવવામાં આવ્યા હતા કે 'સાહેબ' એટલે કે નરેન્દ્ર મોદી. શાહ અને સિંઘલની વચ્ચે કથિત સંવાદને ન્યૂઝ પોર્ટલ 'કોબરાપોસ્ટ' અને 'ગુલેલ'એ લીક કર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X