ઈશરતનાં સંબંધ કાશ્મીરી અલગતાવાદીઓ સાથે હતા : CBI

isharat-jahan-fack-encounter
અમદાવાદ, 3 જુલાઇ : સીબીઆઇ આજે ઇશરત કેસમાં કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરવાની છે ત્યારે તેનું કહેવું છે કે ઈશરત જહાં સાથે મરનાર બે અન્ય સાથીઓનાં સંબંધ કાશ્મીરનાં અલગતાવાદી જૂથ સાથે હતા. ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર મામલે બુધવારે પહેલા સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે.

સીબીઆઈની તપાસ ટીમમાં સામેલ એક અધિકારીનું કહેવું છે કે આ પ્રાથમિક ચાર્જશીટ છે જેમાં એન્કાઉન્ટર કરનારાઓ પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે. એન્કાઉન્ટર કરનારાઓમાં આઈપીએસ અધિકારી ડી જી વણઝારા, જી એલ સિંઘલ અને હાલમાં ફરાર છે તેવા પી પી પાંડે પર અપહરણ, હત્યા અને પૂરાવાને નષ્ટ કરવાનાં આરોપ નક્કી કરાયા છે.

ઈશરત અને તેનાં ત્રણેય સાથીદારોની 15 જૂન, 2004માં અમદાવાદ બહારનાં વિસ્તારમાં ગુજરાત પોલીસે લશ્કર એ તૈયબાનાં સભ્ય બતાવીને તેમની હત્યા કરી નાંખી હતી. પોલીસે તે સમયે દાવો કર્યો હતો કે, આ ચારેય મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનાં મિશન પર અમદાવાદ આવ્યા હતા.

તપાસમાં ખુલાસો થયો છે કે આ ચારમાંથી બે અમઝદ રાણા અને જીશાન જોહરનો સંબંધ કાશ્મીરનાં અલગતાવાદી સમૂહો સાથે હતો. સીબીઆઈએ ચાર્જશીટમાં એ પણ જણાવ્યું છે કે અમઝદ અલી રાણાનો સંબંધ જાવેદ શેખ સાથે પણ હતો. જાવેદ શેખ દાણચોરી અને નકલી નોટનાં ધંધાનો આરોપી હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X