10મી માર્ચ સુધી રિમાન્ડ પર જતા પહેલા જ કહ્યું, ગુનો કર્યો છે!

Posted By:
Subscribe to Oneindia News

શનિવારે રાજકોટ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ભાવનગર અને રાજકોટથી પકડાયેલા આઇએસઆઇએસના બે આરોપીઓ વસીમ અને નઇમને આજે જ્યૂડિશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. એટીએસ દ્વારા કોર્ટ સમક્ષ આ બન્ને આરોપીઓને રજૂ કરતા જ કોર્ટ સમક્ષ બન્ને જણાએ જજની હાજરીમાં પોતાનો ગુનો કબૂલ્યો હતો. અને બોમ્બ બનાવવા પાછળ તેમનો જ હાથ છે તે વાત સ્વીકારી હતી. તે બાદ કોર્ટે 10મી માર્ચ સુધીના એટલે કે કુલ 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. નોંધનીય છે કે આ બન્ને આરોપીઓએ વકીલની ગેરહાજરીમાં આ કબૂલાત કરી છે.

terroist

નોંધનીય છે કે આ બન્ને લોકોની ધરપકડથી પોલીસને આશા છે કે આવનારા સમયમાં અનેક મોટી જાણકારી પ્રાપ્ત થશે. ત્યારે હાલ તો આ બન્ને જણાએ જે કબૂલાત કરી છે અને જે માહિતીઓ સામે આવી રહી છે તે મુજબ આ બન્ને જણાએ સોશ્યલ મીડિયા દ્વારા ISISના સંપર્કમાં આવ્યા હતા. ઇન્ટરનેટના માધ્યમથી જ તેમણે બોમ્બ બનાવતા શીખ્યું હતું. રાજકોટ સમતે ચોટીલા જેવા પવિત્ર હિંદુ યાત્રાધામ પર પણ મોટો બોમ્બ બ્લાસ્ટ કરવાનો આ બન્નેનો પ્લાન હતો. સાથે જ આ કેસમાં વસીમની પત્ની શાહજીનની ભૂમિકા પણ શંકાસ્પદ જણાતા આવનારા સમયમાં પોલીસ તેની પણ અટક કરીને વધુ પુછપરછ કરી શકે છે.

Read also : ઓસામા બિન લાદેન હતો વસીમ અને નઇમનો રોલ મોડલ

મુફ્તિ કાસીમ સાથે જોડાયેલા
એટલું જ નહીં આ બન્ને જણાં આંતરાષ્ટ્રીય આતંકવાદી મુફ્તિ કાસીમ જેની હાલમાં જ ધરપકડ કરવામાં આવી હતી તેના પણ સંપર્કમાં હતા. નોંધનીય છે કે હાલ ભલે આ બન્ને જણાએ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. પણ કાયદાકીય દ્રષ્ટ્રીએ તેમના વકીલની હાજરીમાં તે પોતાનું નિવેદન બદલી પણ શકે છે. ત્યારે આ બન્ને ભાઇઓને કોર્ટમાં રજૂ કરાતા મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. નોંધનીય છે કે ગુજરાતમાં અનેક મોટા ગુનાહિત કિસ્સાઓ બહાર આવ્યા છે પણ તેવું પહેલી વાર થયું છે કે આઇએસઆઇએસના સાથે કોઇની જોડાણ હોય અને તેમણે આ વાતનો સ્વીકાર પણ આટલી જલ્દી કર્યો હોય.

English summary
Rajkot: ISIS terrorists got 12 days remand by court. They also accept their crime.
Please Wait while comments are loading...