ઈસુદાન ગઢવી ખંભાળીયાથી ચૂંટણી લડશે, AAPના 150થી વધુ ઉમેદવારો જાહેર!

આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને રોમાંચક બનાવી દીધી છે. લાંબા સમયથી બીજેપી-કોંગ્રેસ વચ્ચે રહેલી લડાઈ હવે ત્રીપાંખીયા જંગમાં ફેરવાઈ ગઈ છે.

આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને રોમાંચક બનાવી દીધી છે. લાંબા સમયથી બીજેપી-કોંગ્રેસ વચ્ચે રહેલી લડાઈ હવે ત્રીપાંખીયા જંગમાં ફેરવાઈ ગઈ છે. એક તરફ આમ આદમી પાર્ટીએ સીએમ પદનો ચહેરો જાહેર કરીને મેદાનમાં જંપલાવ્યુ છે તો બીજી તરફ બીજેપી પણ ઈજ્જત બચાવવા મેદાનમાં છે. આ તમામ ઘટનાઓ વચ્ચે હવે આમ આદમી પાર્ટીએ સીએમ ઉમેદવાર ઈસુદાન ગઢવીના નામની જાહેરાત કરી છે.

Isudan Gadhvi

સતત રાહ જોવાઈ રહી હતી ત્યારે હવે આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીની સીટને લઈને જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં હવે આમ આદમી પાર્ટીએ 150થી વધુ ઉમેદવારો જાહેર કરી દીધા છે. આજે અરવિંદ કેજરીવાલે પાર્ટી કાર્યાલય ખાતેથી ઉમેદવારોની 15મીં યાદી જાહેર કરી હતી, જેમા મહેન્દ્ર રાજપૂત, લાલજી પરમાર અને મહેન્દ્ર પાટીલના નામ જાહેર કરાયા હતા.

ગુજરાતમાં હવે ચૂંટણીને એક મહિનાથી પણ ઓછો સમય છે ત્યારે તમામ પાર્ટીઓ મેદાને પડી છે. ઈલેક્શન કમિશનની જાહેરાત અનુસાર, ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે, જેમાં 1લી અને 5મી ડિસેમ્બરે મતદાન યોજાશે. 8મી ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થશે. રાજ્યમાં કુલ 182 વિધાનસભા સીટો છે. પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X