પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ સાત તબક્કામાં વિના મૂલ્યે અન્નનું વિતરણ: મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું છે કે, કોરોનાની વૈશ્વિક મહામારીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશનો કોઇપણ નાગરિક ભૂખ્યો ન સુવે એ માટે દેશમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ રાજ્યના તમામ ગરીબ નાગરિકોને સાત તબક્કામાં વિનામૂલ્યે અનાજનું વિતરણ કરાયું છે.

વિધાનસભા ખાતે ગાંધીનગર જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અનાજ વિતરણના પ્રશ્નના પ્રત્યુત્તર મંત્રી કુંવરજીભાઈ એ કહ્યું કે, આ યોજના હેઠળ તારીખ ૩૧/૦૧/૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ફેબ્રુઆરી ૨૦૨૨ થી ડિસેમ્બર ૨૦૨૨ દરમિયાન ૪૩,૫૧૧ મેટ્રિક ટન અનાજના જથ્થાનું વિતરણ તથા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ હેઠળ જાન્યુઆરી ૨૦૨૩માં ૪,૦૬૬ મેટ્રિક ટન અનાજના જથ્થાનું વિતરણ કરાયું છે.
આ યોજના હેઠળ અંત્યોદય યોજના હેઠળ તથા અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિદીઠ ૩.૫૦ કિલોગ્રામ ઘઉં અને ૧.૫૦ કિલોગ્રામ ચોખા તથા અગ્રતા ધરાવતા કુટુંબો માટે એક કિલોગ્રામ ઘઉં અને ચાર કિલોગ્રામ ચોખાનું વિનામૂલ્યે વિતરણ કરાયું છે. તે જ રીતે જાન્યુઆરી ૨૦૨૩માં એ. એ. વાય. યોજના હેઠળ કાર્ડ દીઠ ૧૫ કિલોગ્રામ ઘઉં અને ૨૦ કિલોગ્રામ ચોખા કાર્ડ દીઠ તેમજ અગ્રતા ધરાવતા કુટુંબો માટે વ્યક્તિદીઠ ૨ કિલોગ્રામ ઘઉં અને ૩ કિલોગ્રામ ચોખા કાર્ડ દીઠ વિનામૂલ્યે વિતરણ કરાયું છે. આ બંને કાર્ડ ધારકોને બાયોમેટ્રિક પદ્ધતિથી વિતરણ કરાય છે. ગાંધીનગર જિલ્લામાં અન્ન પુરવઠા નિગમના આઠ ગોડાઉન છે. જેમાં ૯,૭૦૦ મેટ્રિક ટન અનાજનો જથ્થો ઉપલબ્ધ છે તેમ તેમણે ઉમેર્યું હતું.












Click it and Unblock the Notifications
