For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇટલીની કંપની સ્થાપશે ગુજરાતમાં પ્લાન્ટ

|
Google Oneindia Gujarati News

frascold
અમદાવાદ, 25 ઑક્ટોબરઃઇટલીની કૂલિંગ સોલ્યુશન પ્રાઇવડર ફ્રાસકોલ્ડે આજે જાહેર કર્યું છે કે ગુજરાતના મેટોડા ખાતે પોતાની મેન્યુફેક્ચરિંગ સુવિધા ઉભી કરશે. આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં તે આગામી 4-5 વર્ષમાં 60 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરશે.

ભારતીય પાર્ટનર્સ સાથે આ કંપની કરાર કરશે. ફ્રાસકોલ્ડ ઇન્ડિયા પ્રા.લિ.માં આ ઇટાલિયન કંપનીની ભાગીદારી 51 ટકા હશે જ્યારે 49 ટકા ભાગીદારી કો પ્રમોટર્સ સુભાષ અગ્રવાલ અને સેલ્વરાજ રંગાસ્વામીની હશે. આ સેટ અપની શરૂઆત 10 કરોડના રોકાણ સાથે થશે જેમાં 7500 એકમની સુવિધા હશે, તેમજ પછીથી ત્યાં કમ્પ્રેસર્સ બનાવવાની આશાઓ સેવવામાં આવી રહી છે.

ફ્રાસકોલ્ડ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટરે કહ્યું છે, '' ભારતીય માર્કેટમાં ફ્રાસકોલ્ડની પ્રોડક્ટ્સની ઉભી થયેલી માંગને ધ્યાનમાં રાખીને ભારતમાં મેન્યુફેક્ચરિંગ સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. દેશ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હોટ સ્પોટ તરીકે ઉભરી રહ્યું છે ત્યારે અમે આ સાહસ ખેડ્યું છે. પછીથી અહીં કમ્પ્રેસર મેન્યુફેક્ચર કરવાની પણ અમારી યોજના છે.''

આ તકે સુભાષ અગ્રવાલે કહ્યું કે હાલ આગામી ચાર-પાંચ વર્ષ માટે અમે 60 કરોડનું રોકાણ કરવાના છીએ પરંતુ અમદાવાદના મેટોડા ખાતે સ્થિત આ પ્લાન્ટમાંથી માર્કેટમાં જે પ્રકારની માંગ ઉભી થશે તે પ્રમાણે કમ્પ્રેસર પણ મેન્યુફેક્ચર કરવામાં આવશે.

English summary
Italian cooling solutions provider Frascold today announced foray into India by setting up a condensing unit manufacturing facility at Matoda in Gujarat in a joint venture with its Indian partners. The company plans to invest Rs 60 crore over the next 4-5 years in the plant.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X