જામનગર વાવડી ડેમ ઓવરફ્લો થયો, જુઓ તસવીરો
ગુજરાતભરમાં ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ જ્યાં પૂરની સ્થિતિ ઊભી થઇ છે તો બીજી તરફ ડેમ પણ એક પછી એક ઓવરફ્લો થઇ રહ્યા છે. અનેક ડેમ ભયજનક સપાટી પાર કરતા તંત્ર સાબદુ કરવામાં આવ્યું છે. ત્યારે જામનગર નજીક લાલપુરમાં આવેલો વાવડી ડેમ ઓવરફ્લો થયો છે. નોંધનીય છે કે જામનગરમાં મોડી રાત થી અત્યાર સુધી વરસાદ ચાલુ છે અને ચારે તરફ કાળા ડિબાંગ વાદળો છવાયા છે. Read: ભાઇ, વરસાદે તો અમદાવાદમાં ભારે કરી! જુઓ તસવીરો

જામનગરમાં ગત ચોવીસ કલાક દરમિયાન લાલપુરમાં 203 મીમી, જામનગરમાં 79 મીમી, કાલાવાડમાં 46 મીમી, ધ્રોલ 10 મીમી અને જોડિયામાં 7 તો જામ જોધપુરમાં 118 મીમી વરસાદ નોંધાયો છે.

ત્યારે ડેમ ઓવરફ્લો થયા બાદ તંત્રએ આજુબાજુના વિસ્તારોને એલર્ટ કરી દીધા છે. તો નીચે જુઓ ડેમ ઓવરફ્લો થયાની તસવીર..













Click it and Unblock the Notifications
