જામનગર SBI માંથી ધોળા દિવસે ગઠિયાઓએ કરી 6 લાખની ઉઠાંતરી

Subscribe to Oneindia News

જામનગરના હાર્દ સમા ત્રણ બત્તી વિસ્તારમાં આવેલી એસબીઆઇની બ્રાંચમાંથી ૬ લાખ રૂપિયાની ઉઠાંતરી થતા ચકચાર મચી ગઈ છે. ધોળા દિવસે બનેલી આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની રહી છે. સવારે અગિયાર વાગ્યાની આસપાસ ત્રણ કરતાં વધુ શખ્સોએ બેંકના કર્મચારીઓની હાજરીમાં જ છ લાખ જેટલી માતબર રકમની ઉઠાંતરી કરી હતી. ઘટનાની સમગ્ર જાણ પોલીસને થતા પોલીસ કાફલાએ આ ચોરીની તપાસ હાથ ધરી છે. આ અંગે જામનગર સિટી બી ડિવિઝનના પીઆઇ સકસેનાએ જણાવ્યુ હતું કે પોલીસે સમગ્ર શહેરમાં નાકાબંધી કરીને ગુનેગારોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.

Jamnagar

જામનગરનાં ત્રણબતી વિસ્તારમાં જૂની અનુપમ ટોકીઝ પાસે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની બ્રાંચ માંથી ત્રણ થી વધુ શખ્સો દ્વારા કેશ વિભાગ માંથી અંદાજે રૂપિયા 6 લાખ થી વધુ રકમ ની ઉઠાંતરી કરવામાં આવતા ત્રણબતી વિસ્તાર માં ચકચાર મચી જવા પામી હતી. ભરબપોરે બેંક નાં સ્ટાફ ની આંખ ની સામે ગઠીયાઓ 6 લાખ થી વધુ ની રોકડ ઉઠાવી જતા બેંક નાં કર્મચારીઓ સામે શંકા ની દ્રષ્ટીએ પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જોકે બેંકમાં લગાડવામાં આવેલ સીસીટીવી કેમેરાઓ બંધ અને ઝુકી ગયેલી હાલત માં જોવા મળતા હતા જેના કારણે પોલીસ ને આરોપીઓ શોધવામાં વધુ મુશ્કેલી પડી રહી છે.

English summary
Jamnagar : Thieves looted 6 lakhs rupees from SBI branch. read more detail here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.