For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જન વિકલ્પ આપશે બિનઅનામત વર્ગને 25 ટકા અનામત

જન વિકલ્પ મોર્ચાએ બિન અનામત વર્ગને 25 ટકા અને કોળી જેવી જાતિઓને અલગથી 10 ટકા અનામત આપવાની વાત કરી છે. જાણો વધુ અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

બુધવારે, લાભપાંચમના શુભ અવસરે જન વિકલ્પ મોર્ચાએ તેનું ચૂંટણી ચિન્હ ટેક્ટર રજૂ કર્યું. ઉલ્લેખનીય છે કે ગુજરાતી જનતાને ત્રીજા વિકલ્પ મળે તે માટે શંકર સિંહ વાઘેલાની અધ્યક્ષતામાં જન વિકલ્પ મોર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શંકર સિંહ વાઘેલાએ તેમની પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો પણ કહ્યું. વધુમાં ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બુદ્ધપ્રકાશ શર્માએ જન વિકલ્પ મોરચા સમક્ષ પોતાનો ખુલ્લો ટેકો પણ જાહેર કર્યો. અને આગામી ચૂંટણી માટે તેમની પાર્ટીનું ચિહ્ન પણ બાપુને સુપ્રત કર્યું. આ પ્રસંગે શંકર સિંહ વાઘેલા તે વાત કરી જે હાલમાં સમયમાં ભાજપ કે કોંગ્રેસ ખુલ્લા મોંએ કહેવા તૈયાર નથી.

Jan Vikalp

બાપુએ કહ્યું કે જો તેમની પાર્ટી જીતી તો તે બિનઅનામત વર્ગને 25 ટકા અનામત આપવા અને કોળી, બજાણિયા સહિતના પછાત જાતિને 10 ટકાની અલગ અનામત આપવા કેન્દ્ર સરકારને ઉગ્ર રજૂઆત કરશે. સાથે જ તેમણે સરકારી પરીક્ષાઓમાં અલગ અલગ ફીના બદલે 100 રૂપિયાની ટોકન ફી લેવાની વાત પણ ઉચ્ચારી. વધુમાં વૃદ્ઘો અને વિધવાઓ માટે 5000 હજાર પેન્શન અને રાહતદરે નોકરી પ્રથા શરૂ કરવાની પણ વાત કરી. આમ હાલ ગુજરાતમાં હાલ જે સળગતા પ્રશ્નો છે જેમ કે રોજગારી, અનામત, કોળી સમાજની માંગો તે તમામ પર બાપુએ મોટી મોટી જાહેરાતો કરી તેમને ચૂંટણીમાં પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો.

English summary
Jan Vikalp Morcha Shankersinh Vaghela told his party will give 25 reservation to Non reservation Cast.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X