Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે અંબાજીથી "જનજાતીય ગૌરવ યાત્રા"નો શુભારંભ કરાવશે. આ યાત્રા દ્વારા રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓ સહિત અન્ય વિસ્તારોમાં જનજાગૃતિ અને આદિજાતિ ગૌરવનો સંદેશ ફેલાવવામાં આવશે.

આ યાત્રા 7 થી 13 નવેમ્બર દરમિયાન અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર એમ બે રૂટ પર પ્રસ્થાન કરશે. આ રૂટ પરના ગામોમાં રથયાત્રાના માધ્યમથી આરોગ્ય તપાસ કેમ્પ, સેવાસેતુ, સામૂહિક સ્વચ્છતા સફાઈ જેવા સેવાલક્ષી કાર્યક્રમો જનભાગીદારીથી યોજાશે.

અંબાજીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા યાત્રાના પ્રારંભ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ વર્ષે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ "જનજાતીય ગૌરવ વર્ષ" તરીકે ઉજવાઈ રહી છે.

આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આજની પેઢી સ્વાતંત્ર્ય સંગ્રામમાં બિરસા મુંડાના નેતૃત્વ હેઠળ આદિજાતિઓના ઐતિહાસિક યોગદાનને જાણે, સમજે અને તેમાંથી રાષ્ટ્રનિર્માણની પ્રેરણા મેળવે.

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શન હેઠળ યોજાઈ રહેલી આ જનજાતીય ગૌરવ યાત્રાના અંબાજીથી પ્રારંભ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત રાજ્યમંત્રીઓ પી. સી. બરંડા, કમલેશભાઈ પટેલ, પ્રવિણભાઈ માળી તથા સ્વરુપજી ઠાકોર હાજર રહેશે.

આ યાત્રા ઉત્તર ગુજરાતના અંબાજી અને દક્ષિણ ગુજરાતના ઉમરગામથી શરૂ થઈને 7 થી 13 નવેમ્બર સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન, 14 આદિજાતિ જિલ્લાઓ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં જનજાગૃતિ અને આદિજાતિ ગૌરવનો સંદેશ પ્રસારિત કરાશે.

યાત્રા દરમિયાન, જનજાતીય ગૌરવ રથ જે ગામોમાંથી પસાર થશે, ત્યાં લોકો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવશે. રાત્રિ રોકાણના સ્થળોએ ભગવાન બિરસા મુંડાના જીવન અને કવન પર આધારિત નાટકો, નિદર્શનો અને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓ અંગેની માહિતી પણ પૂરી પાડવામાં આવશે.

રથયાત્રાના માધ્યમથી આરોગ્ય તપાસ કેમ્પ, સેવાસેતુ, સામૂહિક સ્વચ્છતા સફાઈ સહિતના અનેક સેવાલક્ષી કાર્યક્રમો રૂટ પરના ગામોમાં જનભાગીદારીથી યોજાશે. બાળકો, યુવાનો અને સમગ્ર સમાજ ભગવાન બિરસા મુંડાના જીવન અને કવનથી પરિચિત થાય તે માટેના કાર્યક્રમો પણ આ યાત્રામાં સામેલ છે.

આ ઉપરાંત, ભગવાન બિરસા મુંડાના રાષ્ટ્રનિર્માણ માટેના યોગદાન અંગે ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા, નાટક-ભવાઈ તથા તેમના જીવન પરના વ્યાખ્યાનો અને ફિલ્મ નિદર્શન પણ રાજ્ય સરકારના વિભાગો દ્વારા યોજાશે.

14 આદિજાતિ જિલ્લાઓ સિવાયના અન્ય 20 જિલ્લાઓમાં પણ 13 થી 15 નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીના વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે 15 નવેમ્બરે ડેડિયાપાડામાં દેવમોગરા માતાજીના સાનિધ્યમાં "જનજાતિ ગૌરવ દિવસ"ની રાષ્ટ્ર કક્ષાની ઉજવણી થશે.

રાજ્ય સરકારે "વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત"ના લક્ષ્યાંકને પાર પાડવા અંતરિયાળ અને છેવાડાના ગામોના પ્રત્યેક આદિજાતિ બંધુઓ વિકાસની રાહમાં અગ્રેસર રહે તેવી નેમ રાખી છે. મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ જનજાતીય ગૌરવ રથયાત્રા આદિજાતિઓને વિકાસની મુખ્ય ધારામાં લાવીને રાષ્ટ્રનિર્માણમાં જોડવામાં મહત્વપૂર્ણ બનશે.

વડાપ્રધાને આપેલા "વિકાસ ભી, વિરાસત ભી"ના મંત્રને સાકાર કરતી આ રથયાત્રાથી જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી ભવ્ય બનશે. મુખ્યમંત્રીએ ભગવાન બિરસા મુંડાના "આપણો દેશ, આપણું રાજ"ના સૂત્રને "આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત"ના નિર્માણ દ્વારા ચરિતાર્થ કરવાનું આહ્વાન કર્યું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X