Janmashtami 2025: સમગ્ર ગુજરાત બન્યું કૃષ્ણમય, દ્વારકા-ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

Janmashtami 2025 : આજે ગુજરાતમાં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવશે. સમગ્ર રાજ્યના દરેક કૃષ્ણ મંદિરોને શણગારવામાં આવ્યા છે. કૃષ્ણભક્તો તેમજ હિન્દુઓ માટે ખૂબ મહત્વના પર્વ એવા જન્માષ્ટમી નિમિત્તે રાજ્યના દરેક ગામો શહેરોના કૃષ્ણ મંદિરોમાં ભકતો ઉમટી પડશે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં ભવ્ય કૃષ્ણ રથયાત્રાનું આયોજન કરાયું છે. જ્યારે દ્વારકા-ડાકોરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

Janmashtami 2025

દ્વારકામાં ભક્તો કૃષ્ણભક્તિના રંગે રંગાયા

Dwarka: દેવભૂમિ દ્વારકામાં તો દ્વારકાધીશના જન્મોત્સવની ઉજવણી માટે લાખો ભકતો જન્માષ્ટમી અગાઉથી જ ઉમટી પડ્યા છે. જન્માષ્ટમીના પહેલા જ દ્વારકામાં ભક્તિનો માહોલ જામ્યો છે. જન્માષ્ટમીની રાત્રે થનાર જન્મોત્સવ માટે આ વર્ષે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. જન્માષ્ટમી અગાઉ સાતમના રોજ 1.70 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આજે દ્વારકામાં દર્શન માટે વહેલી સવારથી જ લાંબી કતારો લાગી હતી. ભક્તો જય દ્વારકાધીશના નાદ સાથે કૃષ્ણમય બન્યા હતા. સમગ્ર દ્વારકા નગરીને રોશની અને ધજા-પતાકાથી શણગારવામાં આવી છે. મંદિરમાં વિશેષ આરતી અને ભજન-કિર્તનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાગ લેવા માટે ભક્તો દૂર-દૂરથી આવ્યા છે.

દ્વારકામાં જન્માષ્ટમી પર્વને લઈ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તોની ભારે ભીડ દ્વારકામાં જોવા મળી રહી છે. ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવને લઈ ભક્તો ઉત્સાહિત બન્યા છે. પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ મંદિરમાં આજે જન્માષ્ટમી ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.

દ્વારકામાં 5252મો જન્માષ્ટમી ઉત્સવની તમામ તૈયારીઓ કરી દેવાઈ છે ત્યારે યાત્રિકો દર્શન માટે દ્વારકા આવી રહ્યા છે. દ્વારકાધીશ જગત મંદિર ને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

જન્માષ્ટમી ઉત્સવને લઈને પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ દ્વારકા મંદિરના વિવિધ વિસ્તારોમાં કુલ છ ઝોનમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 1000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યો છે.આ ઉપરાંત સતત નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

Dakor: ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિર ખાતે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી માટે ખૂબજ જહેમત ઉઠાવવામાં આવી છે. આ પર્વની ઉજવણી માટે મંદિર ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર મંદિર પરિસરને આકર્ષક રોશની અને શણગારથી સજાવવામાં આવ્યું છે. દર્શનની સુવિધા માટે એલઈડી સ્ક્રીનની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. મંદિરમાં દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. ભક્તોની સુરક્ષા અને સલામતી તેમજ વ્યવસ્થા જાળવવા માટે વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X