Jantri rate gujarat : ગુજરાતમાં જંત્રીના નવા ભાવ ક્યારે લાગુ થશે? જાણો શું કહ્યું સરકારે?

Jantri rate gujarat : ગુજરાતમાં નવા જંત્રીના ભાવ લાગુ કરવા અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે જંત્રીના નવા દરોની અમલવારીને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે.

મળતી માહિતી અનુસાર, જંત્રીના નવા દરો લાગુ કરવામાં વિલંબ થઈ શકે છે, કારણ કે સરકારને વિવિધ સ્તરેથી ઘણાં સૂચનો મળ્યા છે.

Jantri rate gujarat

રાજ્ય સરકારને કુલ 11,000થી વધુ વાંધા સૂચનો મળ્યા છે, જેમાંથી 6,000થી વધુ સૂચનો જંત્રીના દર ઘટાડવા માટે અને 1,700 જેટલા સૂચનો જંત્રી વધારવા માટે મળ્યા છે.

આ સૂચનોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સમીક્ષા કરી રહી છે. જંત્રીના દરો લાગુ કરવા માટે મુખ્યમંત્રી સમીક્ષા કરશે, ત્યારબાદ મુખ્યમંત્રી કક્ષાએ આખરી નિર્ણય લેવામાં આવશે.

જંત્રી એ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવતા જમીનના લઘુતમ ભાવ હોય છે. જો વેચાણ દસ્તાવેજમાં ભાવ જંત્રી કરતા વધુ હોય તો જ તે સરકારના રેકોર્ડમાં નોંધાય છે.

રાજ્ય સરકાર દ્વારા જમીન અને મિલકતની બજાર કિંમતના આધારે નિયમિત સમીક્ષા કરવામાં આવે છે અને સર્કલ રેટ એટલે કે, જંત્રીના ભાવ નક્કી કરવામાં આવે છે.

હવે જોવાનું રહેશે કે સરકાર કયા નિર્ણય પર પહોંચે છે અને ક્યારે નવા જંત્રીના ભાવો અમલમાં આવશે. આ મુદ્દે સરકારની આગામી જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X