જાણો તમારા ઉમેદવારને: સોમનાથથી ભાજપના જશાભાઈ બારડ

ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં સોમનાથની સીટ પરથી ભાજપના જશાભાઈ બારડને ટિકિટ આપવામાં આવી છે. જશાભાઈ બારડ વિષે થોડું જાણીએ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 17 નવેમ્બરના રોજ ભાજપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં સોમનાથની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે જશાભાઈ બારડની પસંદગી કરવામાં આવી છે. તો જશાભાઈ બારડ વિષે થોડુ જાણીએ. 65 વર્ષીય જશાભાઈના પિતાનું નામ બાનાભાઈ છે. તેમનો મુખ્ય વ્યવસાય વેપાર અને ખેતી છે. તેમના પત્ની ગૃહિણી છે. જશાભાઈના સંપત્તિની વાત કરવામાં આવે તો તેમની પાસે 6 કરોડ જેટલી સંપત્તિ છે. તેમણે સ્નાતક સુધી અભ્યાસ કર્યો છે. તેમણે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત જેડીથી કરી હતી.

GujaratBJP

સોમનાથ જનરલ કેટેગરીની સીટ છે. વર્ષ 1990માં જશાભાઈ જેડીમાંથી પહેલી વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ત્યાર બાદ તેઓ વર્ષ 1995માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. જશાભાઈ અનેક વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા છે અને સોમનાથના ધારાસભ્ય બન્યા છે. હાલ પણ તેઓ સોમનાથના ધારાસભ્ય હતા. પરંતુ તેમણે આ વર્ષે કોઈક કારણોસર કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા. ભાજપે પણ આ સીટના જાણીતા અને અનુભવી વ્યક્તિને આ સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X