કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલ જવાહર ચાવડાએ ગુજરાતના કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા
જવાહર ચાવડાએ ગુજરાતના કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા
ગાંધીનગરઃ કોંગ્રેસ છોડી ભાજમાં જોડાયેલ જવાહર ચાવડા સહિતના નેતાઓને ભાજપના મંત્રી મંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. ગુજરાતના રાજ્યપાલે શનિવારે 12.39 કલાકે રાજભવનમાં યોજાયેલ સમારોહમાં રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે જવાહરભાઈ પેથલજી ચાવડા અને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે યોગેશભાઈ નારાયણભાઈ પટેલ તથા ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજાને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. જો કે જવાહર ચાવડાને કોઈ ખાતું સોંપવામાં આવે તે પહેલા તેમણે પેટાચૂંટણી જીતવી પડશે.

જવાહર ચાવડા ઉપરાંત ભાજપના માંઝલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ અને જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાને પણ નવી કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. સૂત્રો મુજબ મંત્રિમંડળ બાદ 5 ધારાસભ્યોને સંસદીય સચિવ બનાવવામાં આવે તેવી શક્યતા છે.
જવાહર ચાવડાને એવી રીતે જ રાજ્ય મંત્રી બનાવવામાં આવશે, જેવી રીતે કોંગ્રેસમાં રાજીનામું આપી ભાજપમાં આવેલ કુંવરજી બાવળિયાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ 8 માર્ચે કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપીને ભાજપમાં એન્ટ્રી લઈ લીધી હતી. આ ઉપરાંત ધ્રાંગધ્રાના ધારાસભ્ય પુરુષોત્તમ સાબરિયાએ પણ કાલે રાજીનામું આપી દીધું. જવાહર ચાવડા ભાજપમાં જોડાઈ ગયા છે પણ પુરુષોત્તમ સાબરિયા હજુ સુધી સામેલ નથી થયા.
ભાજપ સરકારે કોંગ્રેસના નેતાઓને સરકારમાં મોટાં પદ આપ્યાં છે, પરંતુ ભાજપના નેતાઓને સરકારમાં કંઈ નથી મળ્યું, માટે ખુદ પાર્ટીમાં અસંતોષ વ્યાપી રહ્યો છે. કોંગ્રેસમાંથી આવેલ લાલસિંહ બડોદિયાને રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવ્યા, પ્ભુ વસાવા, દેવજી ફતેપુરા અને વિઠ્ઠલ રાદડિયાને સાંસદ બનાવવામાં આવ્યા. કુંવરજીભાઈ બાવડિયાને કેબિનેટ મંત્રી અને જયેશ રાદડિયાને પૂરવઠા મંત્રી તથા જયદ્રથ સિંહ પરમારને માર્ગ અને પરિવહન મંત્રી બનાવવામાં આવ્યા છે. આતો વાત થઈ એવા નેતાઓની જેમને મોટા હોદ્દા મળ્યા હોય પણ ભાજપમાં લાલચે આવેલ એવા પણ કેટલાય નેતાઓ છે જેમને કંઈ જવાબદારી સોંપવામાં આવી જ ન હોય. કોંગ્રેસમાંથી આવેલા એવા કુલ 13 ધારાસભ્યો છે જેમને ભાજપમાં કોઈ પદ નથી મળ્યું.
આ પણ વાંચો- ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્યની વિકેટ ખડી, સંભાળશે ભાજપનું મંત્રીપદ












Click it and Unblock the Notifications
